તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 7th May 2026
બાંગ્લાદેશી મહિલા સાથે પ્રેમલગ્ન :અમદાવાદના યુવકની પત્ની અને 7 મહિનાના બાળકને કોર્ટ સમક્ષ રજૂ કરવા અરજી
ભરુચમાં નોંધાયેલા FIR અનુસાર મહિલા અન્ય કેટલીક મહિલાઓ સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવી હોવાનો તપાસમાં ખુલાસો

અમદાવાદમાં રહેતા એક યુવકે પોતાની પત્ની અને 7 મહિનાના બાળકને કોર્ટ સમક્ષ રજૂ કરવા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે. મામલાની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે મહિલાને બાંગ્લાદેશની નાગરિક હોવાનું જણાવ્યું હતું.
રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે ભરુચમાં નોંધાયેલા FIR અનુસાર મહિલા અન્ય કેટલીક મહિલાઓ સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. આ મામલે તપાસ ચાલુ હોવાનું પણ જણાવાયું હતું.
હાલ મહિલા અને તેનો 7 મહિનાનો બાળક સરકારના સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યા છે. હાઈકોર્ટે મામલાને વેકેશન બાદ સુનાવણી માટે મુલતવી રાખ્યો છે. ત્યાં સુધી તેમની હિલચાલ પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે.
અરજદાર પક્ષના વકીલે કોર્ટ સમક્ષ 7 મહિનાના બાળકના માનવતાવાદી પાસાને ધ્યાનમાં લેવા અપીલ કરી હતી. સાથે જ રાજ્ય સરકારના જવાબ સામે વધુ રજૂઆત કરવા માટે સમય પણ માગવામાં આવ્યો હતો.
માહિતી મુજબ યુવતી બાંગ્લાદેશથી ભારતમાં આવી હતી અને બાદમાં અરજદાર યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેએ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ બાળકનો જન્મ થયો
હતો
કોર્ટ દ્વારા પરિવારજનોને અગાઉની જેમ મળવાની મંજૂરી ચાલુ રાખવામાં આવી છે. હવે આગામી સુનાવણીમાં સમગ્ર મામલે વધુ ચર્ચા થશે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
