<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે મધ્યપ્રદેશના માર્ગ અને મકાન વિભાગના મંત્રી રાકેશ સિંહ

ગાંધીનગર ખાતે લોકભવનમાં મુલાકાત, બંને રાજ્યોના વિકાસલક્ષી કાર્યો અને લોકકલ્યાણકારી યોજનાઓ પર ગહન ચર્ચા

ગાંધીનગર તા.૩ : મધ્યપ્રદેશ સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રી રાકેશ સિંહે ગાંધીનગર ખાતે ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને મંત્રી વચ્ચે બંને રાજ્યોના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને લોકકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે અત્યંત સાર્થક અને ગહન ચર્ચા થઈ હતી.  

 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મધ્યપ્રદેશમાં થઈ રહેલા વિકાસ કાર્યોમાં રાકેશ સિંહજીના યોગદાનની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે એક જનપ્રતિનિધિ તરીકે રાકેશ સિંહનો બહોળો અનુભવ અને સમાજ પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ ખૂબ જ પ્રશંસનીય છે. સામે પક્ષે મંત્રી રાકેશ સિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને ગ્રામ વિકાસના ક્ષેત્રે થઈ રહેલા કાર્યો વિશે ઉત્સુકતા દર્શાવી હતી અને તેની વિગતો જાણી હતી.

(4:15 PM IST)