તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Sunday, 20th September 2026
મહી નદી પર ₹212 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ગંભીરા બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું
પાદરા-આણંદને જોડતો ગંભીરા બ્રિજ માત્ર એક વર્ષમાં તૈયાર:બ્રિજ શરૂ થતાં વાહનચાલકોને આશરે 70 કિલોમીટરનો વધારાનો ફેરો ઘટશે

વડોદરાઃ નવા ગંભીરા બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મહી નદી પર ₹212 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજથી વડોદરા-આણંદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ બનશે. પાદરા-આણંદને જોડતો ગંભીરા બ્રિજ માત્ર એક વર્ષમાં તૈયાર થયો છે. દરિયાકાંઠા નજીક નદી પર માત્ર 12 મહિનામાં તૈયાર થયેલો આ પ્રથમ બ્રિજ હોવાનું જણાવવામાં આવ્યું છે. બ્રિજ શરૂ થતાં વાહનચાલકોને આશરે 70 કિલોમીટરનો વધારાનો ફેરો ઘટશે, જેના કારણે સમય અને ઈંધણની પણ બચત થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરાને ₹1,273 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ પણ આપવામાં આવી છે. નવા બ્રિજથી આસપાસના વિસ્તારોના લોકો તેમજ વાહનચાલકોને સીધો લાભ મળશે. ,
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
