તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ૨૭ ગુન્હામાં સંડોવાયેલ ‘ચામઠા ગેંગ'નો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
સાપુતારાના ૩ સહિત ૨૨ ગુન્હામાં વોન્ટેડ આરોપીને ડાંગ LCBએ વિશેષ ઓપરેશનમાં ઉઠાવી લીધો : સુરત રેન્જ IG પ્રેમવીરસિંહના ‘નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત' અભિયાન અંતર્ગત PSI જયદીપ અનડકટ ટીમની સફળતા

રાજકોટ તા. ‘નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત' ક્રાઈમ એવું અભિયાન જેમના નેતળત્વમાં ચાલે છે તેવા સુરત રેન્જ વડા પ્રેમવીરસિંહના અભિયાનને સફળ બનાવવા માટે સતત કાર્યરત ડાંગ એસપી પૂજા યાદવના નેતળત્વ હેઠળની LCB PSI જયદીપ અનડકટ ટીમને મોટી સફળતા મળી છે. વધુ એક આંતરરાજ્ય અપરાધી ઝડપાતા રેન્જ વડા દ્વારા એસપી સહિત LCB ટીમને અભિનંદન આપ્યા છે.
સાપુતારા પો.સ્ટે.ના ૦૩ ગુન્હામાં ૦૩ વર્ષથી અને કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યના આશરે ૧૯ જેટલા ઘરફોડ ચોરીના ગુન્હામાં ૦૭ વર્ષથી નાસ્તા ફરતા કુખ્યાત આંતર રાજ્ય ‘ચામઠા ગેંગ' ના મુખ્ય સૂત્રધાર કૂલ ૨૨ ગુન્હામાં વોન્ટેડ આરોપીને ડાંગ LCB એ વિશેષ ઓપરેશનમાં વાપી રેલવે સ્ટેશન ખાતેથી ઉઠાવી લીધો છે.
મે. પોલીસ મહાનિરીક્ષક, પ્રેમવીરસિંહ સુરત વિભાગ, સુરત નાઓએ અનડિટેક્ટ ગુન્હાઓ અંગે અસરકારક કામગીરી કરી ગુન્હાઓ ડિટેક્ટ કરવા તેમજ ‘નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત' અભિયાન અંતર્ગત જીલ્લાના નાસતા-ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે, પોલીસ અધિક્ષક પૂજા યાદવ, ડાંગ-આહવા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર જે.જી.અનડકટ તથા એલ.સી.બી. ટીમ નાસ્તા ફરતા આરોપીઓ અંગે તપાસમાં હતા.
દરમ્યાન આધારભુત બાતમી મળેલ કે, સાપુતારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.-૧૧૨૧૯૦૩૦૨૪૦૧૯૬/૨૦૨૪ તથા ગુ.ર.નં.-૧૧૨૧૯૦૩૦૨૪૦૨૧૨/૨૦૨૪ તથા ગુ.ર.નં.-૧૧૨૧૯૦૩૦૨૪૦૨૪૭/૨૦૨૪, બી.એન.એસ. કલમ-૩૦૫(એ), ૩૩૧(૪) મુજબના કામનો નાસ્તો ફરતો આરોપી સંદીપ ઉર્ફે અર્થવેદ સ/ઓ. નટવર ઉર્ફે અગસ્ત્ય રાઠોડ, રહે.રંજનગાવ, બાલાજી પ્લોટ, ફંડ બસ્તી, તા.સિરૂર, જી.પુણે, મહારાષ્ટ્ર વાળો વાપી ખાતે હાજર હોવાની હકિકત મળતા એલ.સી.બી.ની અલગ અલગ ૦૪ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તપાસ કરી વિશેષ ઓપરેશન હાથ ધરી આરોપીને વાપી રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યો છે.
પકડાયેલ આરોપીની પૂછપરછમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજયમાં આશરે કૂલ ૨૭ જેટલા ગુન્હાઓમાં સંડોવણી જણાઇ આવેલ છે. આરોપી ગુજરાતના ૦૩ તથા કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યના ૧૯ મળી કૂલ ૨૨ ગુન્હાઓમાં નાસ્તા ફરતા હોય અન્ય રાજયોમાં જાણ કરવા તજવીજ કરેલ છે.
આ કામગીરી PSI જે.જી.અનડકટ, ASI રમેશભાઇ બાળુભાઇ પવાર, ASI પ્રમોદભાઈ ગનસુભાઈ નીવર, HC હરીશભાઇ હીરામણભાઇ બાગુલ, HC દીનેશભાઇ પાંડુભાઇ ગાંગુડા, HC દિલીપભાઇ જતરીયાભાઇ ગામીત, HC જયરામભાઇ માહદુભાઇ બાગુલ, PC હિનયભાઈ સુરેશભાઈ ગાઈન, PC અશોકભાઇ મગનભાઇ પટેલ, PC દિનેશભાઇ મોતીરામભાઇ વાઘેરા, ડ્રા. ASI રામદાસભાઇ લખુભાઇ પાડવી સહિતના સ્ટાફે કરી હતી.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
