તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 4th November 2026
વડોદરા નજીક આવેલા ઢોલાર ગામના મુખ્ય રસ્તા પર અંધારાના સમયે અચાનક ધસી આવેલો એક મહાકાય મગર અજાણ્ય વાહનની કાળમુખી અડફેટમાં આવી જતાં ભયાનક અકસ્માત સર્જાયો: વન વિભાગ અને વન્યજીવ પ્રેમીઓની ટીમે સ્થળ પર પહોંચીને દિલધડક રેસ્ક્યુ હાથ ધર્યું
ડામરના રસ્તા પર લોહીલુહાણ હાલતમાં તરફડતા ભયાનક મગરને જોઈને વાહનચાલકો અને ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા: અંધારામાં મગરના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સ્થળ પર સન્નાટો છવાઈ ગયો

વડોદરાઃ વડોદરા નજીક આવેલા ઢોલાર ગામના મુખ્ય માર્ગ પરથી કાળજું કંપાવી દેતી અને ભયના ઓથાર હેઠળ મૂકી દે તેવી એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે! નજીકની નદી કે તળાવમાંથી ખોરાકની શોધમાં ભટકીને રસ્તા પર આવી ચડેલો એક વિશાળકાય મગર અંધારાના કારણે રસ્તો ક્રોસ કરતી વખતે પૂરઝડપે દોડતા અજાણ્યા વાહનની કાળમુખી અડફેટે આવી ગયો હતો.
થોડા સમયે પહેલા વડોદરાના સમાસાવલી રોડ પર એક મગરનું વાહનની અડફેટમાં આવી જતા મોત નીપજવાનો બનાવ બન્યો હતો. આવી જ રીતે ડભોઇ તાલુકામાં પણ ગઈકાલે એક મગર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ડભોઇના ઢોલાર ગામ પાસે માર્ગ પરથી પસાર થતો મગર કોઈ વાહનની અડફેટમાં આવી જતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. બનાવને પગલે ગ્રામજનો અને વાહન ચાલકો મદદરૂપ થયા હતા અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા મગરને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
