<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

વડોદરા રેલવે સ્ટેશનને જોડતો અને હજારો મુસાફરોથી ધમધમતો મુખ્ય 'વોક-વે બ્રિજ' હવે ટ્રાફિક અને મુસાફરી માટે નહીં પરંતુ લફંગા, નશાખોરો અને અસામાજિક તત્ત્વોનો ભયાનક અડ્ડો બની જતાં, ખાસ કરીને રાત્રિના સમયે પસાર થતી મહિલાઓ અને પ્રવાસીઓની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો

રેલવે પોલીસ અને પ્રશાસનની નાક નીચે જ આવારા તત્વો અને ગંજેડીઓનો ખુલ્લેઆમ ત્રાસ: બ્રિજ પરથી પસાર થતાં મુસાફરો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બનતાં જનતાના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરા શહેરના અતિ-વ્યસ્ત અને સંવેદનશીલ એવા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ગંભીર સુરક્ષા ખામીનો એક અત્યંત ચોંકાવનારો, ખૌફનાક અને સનસનાટીભર્યો પર્દાફાશ સામે આવ્યો છે! રોજના હજારો પ્રવાસીઓની અવરજવરથી ધમધમતો વડોદરા રેલવે સ્ટેશનનો વોક-વે બ્રિજ હવે અસામાજિક તત્ત્વો અને લુખ્ખાગીરી કરતા તત્વો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયો છે.

રોજ મોટી સંખ્યામાં મુસાફરો આ બ્રિજનો ઉપયોગ કરે છે, પરંતુ હાલ બ્રિજના બંને છેડે અને ચાલવાના ભાગમાં સફાઈના અભાવે ગંદકી જોવા મળી રહી છે. દારૃની ખાલી પોટલીઓ અને બાટલીઓ પડેલી હોવાથી બ્રિજની સ્વચ્છતા અને સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. રાત પડતાં આ બ્રિજ અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોવાની ફરિયાદો છે. રાત્રિના સમયે બ્રિજ પર ખાસ કરીને મહિલાઓ અને એકલા મુસાફરી કરતા લોકો માટે અસલામતીનો માહોલ ઊભો થયો છે.

નોંધનીય છે કે અગાઉ રેલવે સ્ટેશન, સિટી બસ સ્ટેશન અને કડક બજાર તરફ મુસાફરોને સીધી કનેક્ટિવિટી મળે તે માટે વર્ષ ૨૦૦૮-૦૯માં રૃા.૧.૮૯ કરોડનાખર્ચે વોક -વે બ્રિજ બનાવાયો હતો. જોકે યોગ્ય જાળવણી અને મેન્ટેનન્સના અભાવે ૧૩ વર્ષમાં તેની હાલત દયનીય બની ગઈ હતી. અંતે આ બ્રિજ દૂર કરવાની નોબત આવી હતી. પરિણામે સરકારી નાણાં ખર્ચીને ઊભી કરાયેલી સુવિધાનો ઉપયોગ થઈ શક્યો નહોતો અને લાખો રૃપિયાનો ખર્ચ માથે પડયો હતો.

હવે રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ એસટી ડેપો વચ્ચે બનાવવામાં આવેલા નવા વોક વે બ્રિજની પણ આવી જ દુર્દશા ન થાય તે માટે બ્રિજની કાળજી રાખવી જરૃરી છે.

(5:42 PM IST)