હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા સુરક્ષા એજન્સીઓ સજ્જ: સંવેદનશીલ વિસ્તારો પર અત્યાધુનિક ટેકનોલોજીથી રખાશે બાજ નજર
જમાલપુર મંદિર પરિસરમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ડ્રોન સર્વેલન્સ, ‘વજ્ર’ એન્ટી-રાયટ વાહનો અને કમાન્ડો ફોર્સનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન યોજીને સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરાઈ; તોફાની તત્વો પર કડક કાર્યવાહીની ચેતવણી

અમદાવાદ: મહાનગર અમદાવાદની આગવી ઓળખ સમાન અને સમગ્ર દેશમાં શ્રદ્ધાભેર ઉજવાતી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રાને લઈને પોલીસ તંત્ર અને ક્રાઈમ બ્રાંચ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયા છે. રથયાત્રા દરમિયાન શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી જમાલપુર સ્થિત નીજ મંદિર પરિસરમાં ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સુરક્ષા સાધનોનું એક ભવ્ય લાઈવ ડેમોન્સ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ દરમિયાન ટેકનોલોજી અને આધુનિક શસ્ત્રોના સમન્વય સાથે સુરક્ષા એજન્સીઓએ પોતાની સજ્જતાનું પ્રદર્શન કર્યું હતું.
હાઈટેક ડ્રોન અને ‘વજ્ર’ વાહનોનું શક્તિપ્રદર્શન રથયાત્રાના સમગ્ર રૂટ અને અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં આકાશી નજર રાખવા માટે ઉપયોગમાં લેવાનારા અત્યાધુનિક ડ્રોન કેમેરાનું મંદિર પરિસરમાં લાઈવ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ભીડભાડ વાળા વિસ્તારો અને ઊંચી ઈમારતો પરથી થતી શંકાસ્પદ ગતિવિધિઓ પર આ ડ્રોન દ્વારા સીધું મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, કોઈપણ ઈમરજન્સી કે અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ તૈનાત કરવામાં આવતા એન્ટી-રાયટ 'વજ્ર' વાહનોનું પણ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું. આ વાહનો કટોકટીના સમયે ભીડને કાબૂમાં લેવા અને તોફાની તત્વોને વિખેરવા માટે અત્યંત અસરકારક સાબિત થાય છે.
ક્રાઈમ બ્રાંચની વિશેષ ટીમો અને કમાન્ડો તૈનાત રહેશે રથયાત્રાના રૂટ પર કડક બંદોબસ્ત ગોઠવવા માટે ક્રાઈમ બ્રાંચ, લોકલ પોલીસ, એસઆરપીએફ અને પેરામિલીટ્રી ફોર્સના જવાનો તૈનાત થવાના છે. મંદિર પરિસરમાં યોજાયેલા આ લાઈવ ડેમોન્સ્ટ્રેશનમાં ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને ખાસ તાલીમબદ્ધ કમાન્ડોએ પણ ભાગ લીધો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના માધ્યમથી પળેપળની માહિતી કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવામાં આવશે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ અને રથયાત્રામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વો સામે કડક કાનૂની પગલાં ભરવા માટે ક્રાઈમ બ્રાંચે અત્યારથી જ પૂરતી નજર ગોઠવી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
