તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ગાંધીનગર કુડાસણમાં મોટી દુર્ઘટના: બાંધકામ સાઈટ પર ક્રેન તૂટી પડતા 15 શ્રમિકો દબાયા હોવાની આશંકા
ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી: કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ

ગાંધીનગર: ગાંધીનગર નજીક કુડાસણ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર આજે મોડી સાંજે મોટી દુર્ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, ચાલુ બાંધકામ દરમિયાન બિલ્ડિંગની ક્રેન અચાનક તૂટી પડતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ક્રેનના કાટમાળ નીચે 10થી 15 લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ હટાવી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
