News of Friday, 20th November 2026
પાટણના શ્રમજીવી વિસ્તારમાં સરકારી આવાસોને લઈને તંત્રની મોટી કાર્યવાહી :ભાડે અને વેચાણ કરી દેવાયેલા મકાનોને સીલ કરાયા
તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 6 સરકારી આવાસોને સીલ કરાયા,કુલ 14 આવાસોને સીલ કરવાની કામગીરી હાથ ધરાશે,કાર્યવાહીને પગલે વિસ્તારમાં ચકચાર

પાટણના શ્રમજીવી વિસ્તારમાં સરકારી આવાસોને લઈને તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભાડે અને વેચાણ કરી દેવાયેલા સરકારી આવાસોના મકાનોને સીલ કરવામાં આવી રહ્યા છે. સ્વાગત ફરિયાદમાં આવાસ અંગે ફરિયાદ મળ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. આવાસ ખાલી કરાવવા પહોંચેલી ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને પગલે B ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 6 સરકારી આવાસોને સીલ કરવામાં આવ્યા છે. જ્યારે કુલ 14 આવાસોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કાર્યવાહીને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
