તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 23rd June 2026
મહેસાણાના ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી : 4766 કિલોગ્રામ જેટલો નકલી વરિયાળીનો જથ્થો સીઝ
ગોડાઉનમાં વરિયાળીને આકર્ષક બનાવવા માટે તેમાં હાનિકારક રંગીન કેમિકલની ભેળસેળ કરી તેનું પેકિંગ કરીને બજારમાં વેચાણ માટે મોકલવાની તૈયારી હતી

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીમાં નકલી વરિયાળીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે એક ગોડાઉનમાં વરિયાળીને આકર્ષક બનાવવા માટે તેમાં હાનિકારક રંગીન કેમિકલની ભેળસેળ કરવામાં આવતી હતી અને ત્યારબાદ તેનું પેકિંગ કરીને બજારમાં વેચાણ માટે મોકલવાની તૈયારી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સમયસર કાર્યવાહી કરી 4766 કિલોગ્રામ જેટલો નકલી વરિયાળીનો જથ્થો સીઝ કરી લીધો છે, જેની અંદાજિત કિંમત 8.57 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. હાલમાં વિભાગ દ્વારા નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેથી ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
