તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
વડોદરાના ડેસરના વાંકાનેડામાં ખનિજ વિભાગની મોટી કાર્યવાહી : રૂપિયા 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત
મેસરી નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી : ખનિજ વિભાગની ટીમે સ્થળ પરથી ૨ હિટાચી મશીન અને ૩ ડમ્પર સહિત કુલ ૧ કરોડ ૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામે ખનિજ વિભાગે ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કલેક્ટર અને વડોદરાના ભુસ્તરશાસ્ત્રી નીરજ ગામિતના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં મેસરી નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનોને ઝડપી લેવામાં આવ્યા છે. ખનિજ વિભાગની ટીમે સ્થળ પરથી ૨ હિટાચી મશીન અને ૩ ડમ્પર સહિત કુલ ૧ કરોડ ૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિભાગ દ્વારા તમામ વાહનોનો કબજો મેળવી દંડની વસૂલાત સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
