<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં બહુ મોટો વહીવટી ફેરબદલ : રાજ્ય સરકારે ચૂંટણી કમિશનરની મંજૂરી બાદ તાત્કાલિક અસરથી ૬૨ નાયબ કાર્યપાલક ઈજનેરોની જથ્થાબંધ બદલીના આદેશો જારી કર્યા : જુઓ સંપૂર્ણ સૂચિ

મુખ્ય નિર્વાચન અધિકારીની લીલી ઝંડી મળતા જ વનરાજસિંહ પઢારિયાના હુકમથી સચિવાલય ધણધણ્યુ : મોરબી, રાજકોટ, સુરત, મહેસાણા અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના સિવિલ ઈજનેરોની જાહેર હિત અને સ્વ-વિનંતીના આધારે સામૂહિક બદલીઓનો ગંજીપો ચીપાયો

ગાંધીનગર:ગુજરાત સરકારના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રાજ્યમાં વહીવટી તંત્રને સુદ્રઢ કરવાના હેતુથી એક અત્યંત મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગના સંયુક્ત સચિવ (સેવા) વનરાજસિંહ પઢારિયાની સહીથી જારી કરાયેલી સત્તાવાર અધિસૂચના અનુસાર, રાજ્યના જુદા જુદા વર્તુળો અને પેટા વિભાગોમાં ફરજ બજાવતા ૬૨ નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) કક્ષાના અધિકારીઓની તાત્કાલિક અસરથી સામૂહિક બદલી કરવામાં આવી છે. આ મહત્વનો વહીવટી ફેરફાર મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યની મળેલ મંજૂરીને અનુલક્ષીને કરવામાં આવ્યો છે. બદલી પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત થઈને નવી જગ્યાએ જોઈન થવા આદેશ કરાયો છે. સરકારના આ આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે અધિકારીઓની બદલી સ્વ-વિનંતીના આધારે થઈ છે, તેઓને કોઈ પણ પ્રકારનું બદલી મુસાફરી ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં.

 

### કોને કઈ જગ્યાએથી ક્યાં ખસેડાયા? તમામ વિગતો નીચે મુજબ છે:

 

નિકુંજ ભીખુભાઈ ગેવરિયાની મહીં સિંચાઈ વર્તુળ, નડીયાદ હેઠળના તારાપુર સિંચાઈ પેટા વિભાગ, તારાપુર ખાતેથી સ્વ-વિનંતીથી કચ્છ સિંચાઈ વર્તુળ, ભૂજ હેઠળના ક્ષાર પ્રવેશ સંશોધન પેટા વિભાગ, માંડવી ખાતે બદલી કરવામાં આવી છે.

 

ચિરાગ દિનેશભાઈ ભોઈની સુજલામ સુફલામ વર્તુળ નં.૨, મહેસાણા હેઠળના ધરોઈ નહેર પેટા વિભાગ નં.૩, કમાલપુર ખાતેથી સ્વ-વિનંતીથી તે જ વર્તુળ હેઠળના સુજલામ સુફલામ પેટા વિભાગ નં.૧૧, પાટણ ખાતે બદલી કરાઈ છે.

 

વિવેકકુમાર પ્રવિણદાસ ગઢવીની રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળ, રાજકોટ હેઠળના પંચાયત જળસિંચન સંશોધન પેટા વિભાગ, જૂનાગઢ ખાતેથી સ્વ-વિનંતીથી રાજકોટ સિંચાઈ વર્તુળ, રાજકોટ હેઠળના સરદાર પટેલ સહભાગી સિંચાઈ પેટા વિભાગ નં.૨૯, કેશોદ ખાતે બદલી કરવામાં આવી છે.

 

હિરેન સીકોત્રાની સિંચાઈ યોજના વર્તુળ, ભાવનગર હેઠળના સિંચાઈ પેટા વિભાગ, ગઢડા ખાતેથી જાહેર હિતમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે બદલી થઈ છે.

 

મયુરભાઈ નગીનદાસ કટારાની એ.ટી.વી.ટી. મોરવા ખાતેથી સ્વ-વિનંતીથી વડોદરા પંચાયત સિંચાઈ વર્તુળ, વડોદરા હેઠળના પંચાયત સિંચાઈ પેટા વિભાગ, સંતરામપુર ખાતે નિયમન કરવામાં આવ્યું છે.

 

મેહુલકુમાર લખુભાઈ પટેલની એ.ટી.વી.ટી. વિસનગર ખાતેથી જાહેર હિતમાં પંચાયત સિંચાઈ વર્તુળ, ગાંધીનગર હેઠળના પંચાયત સિંચાઈ પેટા વિભાગ, ચાણસ્મા ખાતે બદલી કરાઈ છે.

 

બિપીનકુમાર ચંદ્રદેવ મિશ્રાની સિંચાઈ વર્તુળ, રાજકોટ હેઠળના રાજકોટ જળ સિંચન પેટા વિભાગ, સુરેન્દ્રનગર ખાતેથી સ્વ-વિનંતીથી પાનમ યોજના વર્તુળ, ગોધરા હેઠળના કડાણા ડાબા કાંઠા નહેર પેટા વિભાગ નં.૨, લુણાવાડા ખાતે બદલી કરવામાં આવી છે.

 

મૌલિકકુમાર ભરતભાઈ મહેતાની ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ, રાજકોટ હેઠળના સિંચાઈ યોજના પેટા વિભાગ, વેરાવળ ખાતેથી સ્વ-વિનંતીથી પંચાયત સિંચાઈ વર્તુળ, રાજકોટ હેઠળના પંચાયત જળસિંચન સંશોધન પેટા વિભાગ, જૂનાગઢ ખાતે વિવેકકુમાર પ્રવિણદાસ ગઢવીની બદલીથી ખાલી પડતી જગ્યા પર મુકાયા છે.

 

યોગેશ શિવકુમાર સિંહની સચિવશ્રી/અધિક મુખ્ય સચિવશ્રી (નર્મદા)ના અંગત મદદનીશ (વિભાગ ખુદ) ખાતેથી સ્વ-વિનંતીથી કચ્છ સિંચાઈ વર્તુળ, ભૂજ હેઠળના જળ સંપત્તિ સંશોધન પેટા વિભાગ, રાપર ખાતે બદલી કરાઈ છે.

 

ઈશ્વરભાઈ સોમાભાઈ ઉમાની મુખ્ય ઈજનેર (ગુ.નિ.) અને અધિક સચિવશ્રીનું કાર્યાલય (વિભાગ ખુદ) ખાતેથી સ્વ-વિનંતીથી પાનમ સિંચાઈ વર્તુળ, ગોધરા હેઠળના પાનમ સિંચાઈ પેટા વિભાગ નં.૩, વેગનપુર ખાતે બદલી થઈ છે.

 

હરદેવ હરગોવનભાઈ શર્માની રાજકોટ સિંચાઈ યોજના વર્તુળ, રાજકોટ હેઠળના આલેખન એકમ, રાજકોટ ખાતેથી સ્વ-વિનંતીથી સુજલામ સુફલામ વર્તુળ નં.૨, મહેસાણા હેઠળના સુજલામ સુફલામ પેટા વિભાગ નં.૬, મહેસાણા ખાતે મિતેશકુમાર પટેલની બદલીથી ખાલી પડતી જગ્યા પર મુકાયા છે.

 

કલ્પેશભાઈ નટુભાઈ પટેલની સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતેથી જાહેર હિતમાં વડોદરા પંચાયત સિંચાઈ વર્તુળ, વડોદરા હેઠળના પંચાયત સિંચાઈ પેટા વિભાગ, જંબુસર ખાતે બદલી કરવામાં આવી છે.

 

પ્રતિકકુમાર ભરતભાઈ મેવાડાની એ.ટી.વી.ટી. કરજણ ખાતેથી સ્વ-વિનંતીથી પંચાયત સિંચાઈ વર્તુળ, ગાંધીનગર હેઠળના લઘુ સિંચાઈ પંચાયત પેટા વિભાગ, થરાદ ખાતે બદલી કરાઈ છે.

 

રાકેશકુમાર દેવજીભાઈ ચૌધરીની સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતેથી સ્વ-વિનંતીથી સુજલામ સુફલામ વર્તુળ નં.૨, મહેસાણા હેઠળના ધરોઇ મુખ્યબંધ પેટા વિભાગ નં.૧, ધરોઇ કોલોની ખાતે બદલી થઈ છે.

 

રમેશભાઈ ફુલજીભાઈ ગરાસીયાની પાનમ યોજના વર્તુળ, ગોધરા હેઠળના કડાણા ડાબા કાંઠા નહેર પેટા વિભાગ નં.૨, લુણાવાડા ખાતેથી સ્વ-વિનંતીથી તે જ વર્તુળ હેઠળના કડાણા જમણા કાંઠા નહેર બાંધકામ પેટા વિભાગ નં.૩, લુણાવાડા ખાતે બદલી કરાઈ છે.

 

જતિન પ્રજાપતિની ગાંધીનગર પંચાયત સિંચાઈ વર્તુળ, ગાંધીનગર હેઠળના પંચાયત સિંચાઇ પેટા વિભાગ, ઈડર ખાતેથી જાહેર હિતમાં અધિક મુખ્ય સચિવશ્રી (નર્મદા)ના અંગત મદદનીશ તરીકે યોગેશ સિંઘની બદલીથી ખાલી પડતી જગ્યા પર બદલી કરવામાં આવી છે.

 

રિયાજ મુસ્તુફાભાઈ સાબલિયાની ગાંધીનગર પંચાયત સિંચાઈ વર્તુળ, ગાંધીનગર હેઠળના ટ્રાઈબલ પંચાયત સિંચાઈ પેટા વિભાગ, મેઘરજ ખાતેથી જાહેર હિતમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે બદલી થઈ છે.

 

હરીશકુમાર જગનજી પટેલની દમણગંગા યોજના વર્તુળ, વલસાડ હેઠળના દમણગંગા ઓ.એફ.ડી. પેટા વિભાગ, પારડી ખાતેથી સ્વ-વિનંતીથી વડોદરા પંચાયત સિંચાઈ વર્તુળ, વડોદરા હેઠળના કન્સટ્રક્શન સિંચાઇ ખારલેન્ડ પંચાયત પેટા વિભાગ, વલસાડ ખાતે જીલસનકુમાર વિનોદભાઇ પટેલની બદલીથી ખાલી પડતી જગ્યા પર મુકાયા છે.

 

જીલસનકુમાર વિનોદભાઈ પટેલની વડોદરા પંચાયત સિંચાઈ વર્તુળ, વડોદરા હેઠળના કન્સટ્રક્શન સિંચાઇ ખારલેન્ડ પંચાયત પેટા વિભાગ, વલસાડ ખાતેથી સ્વ-વિનંતીથી દમણગંગા યોજના વર્તુળ, વલસાડ હેઠળના દમણગંગા ઓ.એફ.ડી. પેટા વિભાગ, પારડી ખાતે હરીશકુમાર જગનજી પટેલની બદલીથી ખાલી પડતી જગ્યા પર પરત મુકાયા છે.

 

અપૂર્વ દિનેશ વ્યાસની સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતેથી સ્વ-વિનંતીથી પાનમ યોજના વર્તુળ, ગોધરા હેઠળના પાનમ હાઇલેવલ કેનાલ પેટા વિભાગ નં.૩, ગોધરા ખાતે બદલી કરાઈ છે.

 

દર્શન એચ. ચૌહાણની સરદાર સરોવર નર્મદા નિગમ Lિમિટેડ, ગાંધીનગર ખાતેથી સ્વ-વિનંતીથી ભાવનગર સિંચાઈ વર્તુળ, ભાવનગર હેઠળના સિંચાઈ યોજના ગુણવતા નિયમન પેટા વિભાગ, અમરેલી ખાતે બદલી થઈ છે.

 

સંસ્કાર ચંદ્રકાંત બ્રહ્મભટ્ટની હિંમતનગર સિંચાઈ યોજના વર્તુળ, હિંમતનગર હેઠળના મોડાસા સિંચાઈ પેટા વિભાગ, મોડાસા ખાતેથી સ્વ-વિનંતીથી અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળ, અમદાવાદ હેઠળના સિંચાઈ બાંધકામ પેટા વિભાગ નં.૨, ગાંધીનગર ખાતે પાર્થ બારોટની બદલીથી ખાલી પડતી જગ્યા પર નિયમન કરાયું છે.

 

કુ. હેમાંગીની રામસિંહ મહિડાની મહીં સિંચાઈ વર્તુળ, નડીયાદ હેઠળના કાંસ પેટા વિભાગ, આણંદ ખાતેથી જાહેર હિતમાં જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા (વાલ્મી), આણંદ હેઠળના ના.કા.ઇ.(સી) પી.આઈ.એમ. યુનિટ-૨ ખાતે બદલી કરવામાં આવી છે.

 

હર્ષદભાઈ પ્રવિણભાઈ પઢીયારની મહીં સિંચાઈ વર્તુળ, નડીયાદ હેઠળના સંશોધન અને ગુણવતા નિયમન પેટા વિભાગ, નડીયાદ ખાતેથી સ્વ-વિનંતીથી તે જ વર્તુળ હેઠળના કાંસ પેટા વિભાગ, આણંદ ખાતે કુ. હેમાંગીની રામસિંહ મહિડાની બદલીથી ખાલી પડતી જગ્યા પર બદલી કરાઈ છે.

 

રાજેશકુમાર જેશીંગભાઈ ખાટાની મહીં સિંચાઈ વર્તુળ, નડીયાદ હેઠળના ખંભાત સિંચાઈ પેટા વિભાગ, ખંભાત ખાતેથી જાહેર હિતમાં તે જ વર્તુળ હેઠળના ભાદરણ સિંચાઈ પેટા વિભાગ, બોરસદ ખાતે વરુણકુમાર નરેન્દ્રકુમાર શર્માની બદલીથી ખાલી પડતી જગ્યા પર મુકાયા છે.

 

વરુણકુમાર નરેન્દ્રકુમાર શર્માની મહીં સિંચાઈ વર્તુળ, નડીયાદ હેઠળના ભાદરણ સિંચાઈ પેટા વિભાગ, બોરસદ ખાતેથી સ્વ-વિનંતીથી તે જ વર્તુળ હેઠળના ખંભાત સિંચાઈ પેટા વિભાગ, ખંભાત ખાતે રાજેશકુમાર જેશીંગભાઈ ખાટાની બદલીથી ખાલી પડતી જગ્યા પર બદલી થઈ છે.

 

રાજેશકુમાર પ્રતાપભાઈ ચૌહાણની સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતેથી સ્વ-વિનંતીથી સોઇલ ડ્રેનેજ એન્ડ રેક્લેમેશન વર્તુળ, વડોદરા હેઠળના ભૂમિ મોજણી પેટા વિભાગ, સુરત ખાતે રાજેશકુમાર ઈશ્વરભાઈ લાડની બદલીથી ખાલી પડતી જગ્યા પર મુકાયા છે.

 

રાજેશકુમાર ઈશ્વરભાઈ લાડની સોઈલ ડ્રેનેજ એન્ડ રેક્લેમેશન વર્તુળ, વડોદરા હેઠળના ભૂમિ મોજણી પેટા વિભાગ, સુરત ખાતેથી જાહેર હિતમાં સુરત સિંચાઈ વર્તુળ, સુરત હેઠળના અંકલેશ્વર નહેર પેટા વિભાગ, અંકલેશ્વર ખાતે શ્રીમતી શિલ્પા ભલાણીની બદલીથી ખાલી પડતી જગ્યા પર બદલી કરાઈ છે.

 

રાજેશકુમાર નરસિંહ ચાવડાની રાજકોટ સિંચાઈ યોજના વર્તુળ, રાજકોટ હેઠળના ગુણવત્તા નિયમન પેટા વિભાગ નં.૭, જુનાગઢ ખાતેથી સ્વ-વિનંતીથી તે જ વર્તુળ હેઠળના સિંચાઈ પેટા વિભાગ, જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે.

 

મિતુલકુમાર ચંદ્રકાન્તભાઈ ચૌધરીની વિભાગ (ખુદ) ખાતે ઉપ સચિવશ્રી (પં.) હસ્તકથી સ્વ-વિનંતીથી સુરત સિંચાઈ વર્તુળ, સુરત હેઠળના ડ્રેનેજ પેટા વિભાગ, બારડોલી ખાતે બદલી થઈ છે.

 

અંકિત નરેશકુમાર અમદાવાદીની સુરત સિંચાઈ વર્તુળ, સુરત હેઠળના હજીરા સિંચાઈ પેટા વિભાગ, ઓલપાડ ખાતેથી જાહેર હિતમાં વિભાગ (ખુદ) ખાતે ઉપ સચિવશ્રી (પં.) હસ્તક મિતુલકુમાર ચંદ્રકાન્તભાઈ ચૌધરીની બદલીથી ખાલી પડેલ જગ્યાએ મુકાયા છે.

 

જગદીશભાઈ રમેશભાઈ ચૌધરીની સુજલામ સુફલામ વર્તુળ નં.૨, મહેસાણા હેઠળના સિંચાઈ પેટા વિભાગ નં.૨, લાખણી ખાતેથી સ્વ-વિનંતીથી તે જ વર્તુળ હેઠળના સુજલામ સુફલામ યોજના મુખ્ય બંધ પેટા વિભાગ નં.૧, મુક્તેશ્વર ખાતે બદલી થઈ છે.

 

અરવિંદકુમાર દેવજીભાઈ વસાવાની સુજલામ સુફલામ વર્તુળ નં.૨, અમદાવાદ હેઠળના માટીબંધ સિંચાઈ પેટા વિભાગ નં.૨, રાજકોટ ખાતેથી સ્વ-વિનંતીથી હિંમતનગર સિંચાઈ યોજના વર્તુળ, હિંમતનગર હેઠળના બાયડ સિંચાઈ પેટા વિભાગ નં.૧, બાયડ ખાતે બદલી કરાઈ છે.

 

પિયુષકુમાર પી. વઘાસિયાની સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતેથી સ્વ-વિનંતીથી અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળ, અમદાવાદ ખાતે અ.ઇ.શ્રીના અંગત સચિવશ્રી તરીકે નિયમન કરાયું છે.

 

એચ. કે. રત્નોત્તરની સિંચાઈ યોજના વર્તુળ, ભાવનગર હેઠળના શે. ડાં. યોજના કા. ન. વ્ય. પેટા વિભાગ, તળાજા ખાતેથી સ્વ-વિનંતીથી ખાસ ફરજ પરના અધિકારીશ્રી (સિંચાઈ યોજના) હસ્તક વિભાગ (ખુદ) ખાતે સચિન માહલાની બદલીથી ખાલી પડેલ જગ્યા પર બદલી કરાઈ છે.

 

રમીઝ કાસમભાઈ સુમરાની કચ્છ સિંચાઈ વર્તુળ, ભૂજ હેઠળના અ.ઈ.શ્રીના અંગત મદદનીશ તરીકેથી સ્વ-વિનંતીથી તે જ વર્તુળ હેઠળના જળસિંચન પેટા વિભાગ, માંડવી ખાતે બદલી થઈ છે.

 

સચિનભાઈ કાળુભાઈ માહલાની વિભાગ (ખુદ) ખાતે ખાસ ફરજ પરના અધિકારીશ્રી હેઠળ એમ.આઈ.સેલ ખાતેથી સ્વ-વિનંતીથી વડોદરા પંચાયત સિંચાઈ વર્તુળ, વડોદરા હેઠળના પંચાયત સિંચાઈ પેટા વિભાગ, મહુવા ખાતે બદલી કરવામાં આવી છે.

 

સુશ્રી શિવાંગી કેતનભાઈ સુખીયાજીવાલાની ગુજરાત ઈજનેરી સંશોધન સંસ્થા (ગેરી), વડોદરા હેઠળના મ.સં.અધિકારી નર્મદા જળશાસ્ત્ર વિભાગ (વૈ.સં.) ખાતેથી સ્વ-વિનંતીથી એ.ટી.વી.ટી. માંડવી ખાતે શ્રીમતી મિતાલીબેન રમેશભાઈ પટેલની બદલીથી ખાલી પડતી જગ્યા પર બદલી કરાઈ છે.

 

ஸ்ரீમતી મિતાલીબેન રમેશભાઈ પટેલની એ.ટી.વી.ટી. માંડવી ખાતેથી જાહેર હિતમાં ગુજરાત ઈજનેરી સંશોધન સંસ્થા (ગેરી), વડોદરા હેઠળના મ.સં. અધિકારી (વૈ.સં.), નર્મદા જળશાસ્ત્ર વિભાગ ખાતે સુશ્રી શિવાંગી કેતનભાઈ સુખીયાજીવાલાની બદલીથી ખાલી પડતી જગ્યા પર બદલી કરાઈ છે.

 

તુષાર ઈશ્વરલાલ પટેલની રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળ, રાજકોટ હેઠળના પંચાયત સિંચાઈ પેટા વિભાગ, બોટાદ ખાતેથી સ્વ-વિનંતીથી ભાડભૂત યોજના વર્તુળ, ભરૂચ હેઠળના ભાડભૂત યોજના પેટા વિભાગ નં.૧/૨, ભાડભૂત ખાતે બદલી થઈ છે.

 

વિજયકુમાર જાદવભાઈ વાઘની ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ, રાજકોટ હેઠળના ગુણવત્તા નિયમન પેટા વિભાગ નં.૩, વેરાવળ ખાતેથી સ્વ-વિનંતીથી તે જ વર્તુળ હેઠળના ક્ષાર અંકુશ ગુણવત્તા નિયમન પેટા વિભાગ, પોરબંદર ખાતે બદલી કરવામાં આવી છે.

 

ભરતકુમાર દેવેન્દ્રભાઈ વસાવાની વિભાગ (ખુદ) ખાતે મુ.ઈ. (સૌ.) અને અ.સ.શ્રી હસ્તકથી સ્વ-વિનંતીથી વડોદરા સિંચાઈ વર્તુળ, વડોદરા હેઠળના સિંચાઈ યોજના પેટા વિભાગ નં.૧૫, બોડેલી ખાતે જયતિન ગોપાલભાઇ રાણપરાની બદલીથી ખાલી પડતી જગ્યા પર મૂકવામાં આવ્યા છે.

 

હરેશકુમાર ગુણંવતભાઈ પ્રજાપતિની એ.ટી.વી.ટી. પ્રાંતિજ ખાતેથી જાહેર હિતમાં અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળ, અમદાવાદ હેઠળના સુ.સુ.સ્પ્રે.ચેકડેમ પેટા વિભાગ નં.૩/૧, બાયડ ખાતે બદલી થઈ છે.

 

મેહુલકુમાર રામસિંગ ઠાકોરની એ.ટી.વી.ટી. પાલનપુર ખાતેથી જાહેર હિતમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે.

 

ચેતનકુમાર ત્રિકમલાલ મકવાણાની જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા (વાલ્મી), આણંદ ખાતે વ્યાખ્યાયતા તરીકેથી જાહેર હિતમાં સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી, વડોદરા હેઠળના પેટા વિભાગ ૧/૧, વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે.

 

ઉમેશભાઇ રણછોડભાઇ પટેલની ગુજરાત ઈજનેરી સંશોધન સંસ્થા (ગેરી), વડોદરા હેઠળના મ.સં.અધિકારી (વૈ.સં), વસ્તુ પરિક્ષણ એકમ ખાતેથી જાહેર હિતમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે બદલી થઈ છે.

 

જયતિન ગોપાલભાઇ રાણપરાની વડોદરા સિંચાઈ વર્તુળ, વડોદરા હેઠળના સિંચાઈ યોજના પેટા વિભાગ નં.૧૫, બોડેલી ખાતેથી જાહેર હિતમાં મહીં સિંચાઈ વર્તુળ, નડીયાદ હેઠળના કાંસ પેટા વિભાગ, નડીયાદ ખાતે દિપકકુમાર મહેન્દ્રભાઇ પટેલની બદલીથી ખાલી પડતી જગ્યા પર નિયમન કરાયું છે.

 

મિતેશકુમાર બાબુલાલ પટેલની સુજલામ સુફલામ વર્તુળ નં.૨, મહેસાણા હેઠળના સુ.સુ.પેટા વિભાગ નં.૬, મહેસાણા ખાતેથી જાહેર હિતમાં તે જ વર્તુળ હેઠળના સિંચાઇ પેટા વિભાગ નં.૨, લાખણી ખાતે જગદીશભાઈ રમેશભાઈ ચૌધરીની બદલીથી ખાલી પડતી જગ્યા પર બદલી કરાઈ છે.

 

શ્રીમતિ છાયા ભગવાનદાસ શાહુકારની સુજલામ સુફલામ વર્તુળ નં.૧, ગાંધીનગર હેઠળના અ.ઈ.શ્રીના અંગત સચિવશ્રી અને ના.કા.ઈ(સી) તરીકેથી જાહેર હિતમાં વિભાગ (ખુદ) ખાતે મુ.ઈ. (સૌ.) અને અ.સ.શ્રી હસ્તક ભરતકુમાર દેવેન્દ્રભાઈ વસાવાની બદલીથી ખાલી પડતી જગ્યા પર મૂકવામાં આવ્યા છે.

 

દિલીપકુમાર મનસુખલાલ ચુડાસમાની ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ, રાજકોટ ખાતે અ.ઇ.શ્રીના અંગત સચિવશ્રી તરીકેથી જાહેર હિતમાં રાજકોટ સિંચાઈ યોજના વર્તુળ, રાજકોટ હેઠળના સૌની યોજના પેટા વિભાગ, ચોટીલા ખાતે બદલી થઈ છે.

 

રાજેશકુમાર મેણંદભાઈ જાડેજાની રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળ, રાજકોટ હેઠળના પંચાયત સિંચાઈ પેટા વિભાગ, કુતિયાણા ખાતેથી જાહેર હિતમાં તે જ વર્તુળ હેઠળના પંચાયત ચેકડેમ પેટા વિભાગ, પોરબંદર ખાતે રામદે અરજણભાઈ ઓડેદરાની બદલીથી ખાલી પડેલ જગ્યાએ નિયમન કરાયું છે.

 

રામદે અરજણભાઇ ઓડેદરાની રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળ, રાજકોટ હેઠળના પંચાયત ચેકડેમ પેટા વિભાગ, પોરબંદર ખાતેથી જાહેર હિતમાં તે જ વર્તુળ હેઠળના પંચાયત સિંચાઇ પેટા વિભાગ, કુતિયાણા ખાતે રાજેશકુમાર મેણંદભાઇ જાડેજાની બદલીથી ખાલી પડેલ જગ્યાએ બદલી કરાઈ છે.

 

ધર્મેશકુમાર અશોકભાઈ વાઘેલાની રાજકોટ સિંચાઈ યોજના વર્તુળ, રાજકોટ હેઠળના ગુણવત્તા નિયમન પેટા વિભાગ નં.૪, રાજકોટ ખાતેથી જાહેર હિતમાં ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ, રાજકોટ હેઠળ અ.ઈ.શ્રી ના અંગત સચિવશ્રી તરીકે દિલીપકુમાર મનસુખલાલ ચુડાસમાની બદલીથી ખાલી પડેલ જગ્યાએ મુકાયા છે.

 

દિપકકુમાર મહેન્દ્રભાઈ પટેલની મહીં સિંચાઈ વર્તુળ, નડીયાદ હેઠળના કાંસ પેટા વિભાગ, નડીયાદ ખાતેથી જાહેર હિતમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે બદલી થઈ છે.

 

પ્રતાપસિંહ પ્રફુલચંદ્ર વાળાની કચ્છ સિંચાઈ વર્તુળ, ભૂજ હેઠળના જળ સંપત્તિ સંશોધન પેટા વિભાગ, અંજાર ખાતેથી જાહેર હિતમાં તે જ વર્તુળ હેઠળના અ.ઇ.શ્રીના અંગત સચિવશ્રી તરીકે રમીઝ કાસમભાઈ સુમરાની બદલીથી ખાલી પડેલ જગ્યાએ બદલી કરાઈ છે.

 

સાગર વૃજલાલ ચૌહાણની કચ્છ સિંચાઈ વર્તુળ, ભૂજ હેઠળના જળ સંપત્તિ સંશોધન પેટા વિભાગ, નખત્રાણા ખાતેથી જાહેર હિતમાં તે જ વર્તુળ હેઠળના ગુણવતા નિયમન એકમ-૪, નખત્રાણા ખાતે હાર્દિકકુમાર હર્ષદરાય દવેની બદલીથી ખાલી પડેલ જગ્યાએ મૂકવામાં આવ્યા છે.

 

હાર્દિકકુમાર હર્ષદરાય દવેની કચ્છ સિંચાઈ વર્તુળ, ભૂજ હેઠળના ગુણવતા નિયમન એકમ-૪, નખત્રાણા ખાતેથી જાહેર હિતમાં તે જ વર્તુળ હેઠળના જળ સંપત્તિ સંશોધન પેટા વિભાગ, નખત્રાણા ખાતે સાગર વૃજલાલ ચૌહાણની બદલીથી ખાલી પડેલ જગ્યાએ બદલી થઈ છે.

 

જીગરકુમાર જયંતિલાલ પટેલની હિંમતનગર સિંચાઈ યોજના વર્તુળ, હિંમતનગર હેઠળના હિંમતનગર સિંચાઈ પેટા વિભાગ નં.૧, હિંમતનગર ખાતેથી જાહેર હિતમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.

 

જેસિંહભાઇ હરસિંહભાઈ સુવરની સિંચાઈ યોજના વર્તુળ, ભાવનગર હેઠળના સિંચાઈ પેટા વિભાગ, બોટાદ ખાતેથી જાહેર હિતમાં તે જ વર્તુળ હેઠળના સિંચાઈ પેટા વિભાગ, ગઢડા ખાતે હિરેન સીકોત્રાની બદલીથી ખાલી પડેલ જગ્યાએ બદલી કરાઈ છે.

 

પાર્થ કીર્તીકુમાર બારોટની અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળ, અમદાવાદ હેઠળના સિંચાઈ બાંધકામ પેટા વિભાગ નં.૨, ગાંધીનગર ખાતેથી જાહેર હિતમાં પંચાયત સિંચાઈ રાજકોટ વર્તુળ, રાજકોટ હેઠળના પંચાયત સિંચાઇ પેટા વિભાગ, ભાવનગર ખાતે બદલી થઈ છે.

 

જીજ્ઞેશ નટવરલાલ પટેલની અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળ, અમદાવાદ હેઠળના સિંચાઈ બાંધકામ પેટા વિભાગ નં.૧, ગાંધીનગર ખાતેથી જાહેર હિતમાં રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળ, રાજકોટ હેઠળના નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ, સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં આવી છે.

 

શ્રીમતી શિલ્પાબેન જેસુખલાલ ભલાણીની સુરત સિંચાઈ વર્તુળ, સુરત હેઠળના અંકલેશ્વર નહેર પેટા વિભાગ, અંકલેશ્વર ખાતેથી જાહેર હિતમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે.

(8:21 PM IST)