તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
ગાંધીનગરમાં મહેસૂલ વિભાગનો મોટો વહીવટી ફેરફાર: ૭૧ ક્લાર્કની સામૂહિક બદલીથી તંત્રમાં ખળભળાટ
વહીવટી પ્રક્રિયા વધુ પારદર્શક અને વેગવંતી બનાવવા માટે સરકારનો મહત્વનો નિર્ણય: લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓમાં દોડધામ

ગાંધીનગર : મહેસૂલ વિભાગે વહીવટી માળખું સુધારવા માટે એક મોટો નિર્ણય લેતા રાજ્યભરના ૭૧ ક્લાર્કની એકસાથે બદલીનો આદેશ આપ્યો છે. સચિવાલય કક્ષાએથી લેવાયેલા આ આદેશ મુજબ, લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા મહેસુલી ક્લાર્કોને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે, જેના પગલે વહીવટી તંત્રમાં ભારે હલચલ મચી છે.
મહેસૂલ વિભાગ સીધો સામાન્ય જનતા સાથે જોડાયેલો હોવાથી, આ ફેરબદલનો મુખ્ય ઉદ્દેશ્ય કામગીરીને વધુ સુદ્રઢ, પારદર્શક અને ઝડપી બનાવવાનો છે. રાજ્યની વિવિધ જિલ્લા કચેરીઓમાં સેવા આપતા આ કર્મચારીઓની બદલી પાછળ પડતર ફાઈલોના ઝડપી નિકાલ અને વહીવટી પ્રક્રિયામાં નવી ઊર્જા લાવવાનો સરકારનો પ્રયાસ છે. તમામ બદલી પામેલા ક્લાર્કોએ નિયત સમયમર્યાદામાં પોતાનો ચાર્જ સંભાળવાનો રહેશે.
આ નિર્ણય બાદ સરકારી કચેરીઓમાં કામગીરીની ઝડપમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સરકારી તંત્રમાં ‘નવું લોહી’ ઉમેરવાની રણનીતિના ભાગરૂપે આ પગલું લેવાયું હોવાનું મનાઈ રહ્યું છે. જનતાના કામો અટવાય નહીં અને પારદર્શિતા વધે તે માટે વિભાગ દ્વારા આ આદેશનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે.
આગાઉ પણ મહેસૂલ વિભાગ દ્વારા પારદર્શિતા માટે અનેક વહીવટી સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. હાલની સામૂહિક બદલીઓ બાદ હવે નવી જગ્યાએ હાજર થયેલા ક્લાર્કોની કામગીરી પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ નજર રાખવામાં આવશે. આગામી દિવસોમાં કામગીરીના નિકાલની ગતિ અને નાગરિકોના પ્રતિસાદના આધારે સરકાર આ પ્રકારના અન્ય ફેરબદલ અંગે પણ વિચારણા કરી શકે છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
