<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં મોટો સુધારો: વયમર્યાદા વધારીને 48 વર્ષ કરવામાં આવી

TET પાસ ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા અપાશે: ધોરણ 1 થી 8 ના ઉમેદવારો માટે જિલ્લાવાર મેરિટના આધારે પસંદગી કરવા અને ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા માટે નવી મેરિટ પદ્ધતિ અમલમાં મૂકાઈ

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયાને લઈને એક ખુબ જ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓમાં ણવત્તાયુક્ત શિક્ષણ અને ખાલી જગ્યાઓ ઝડપથી ભરવાના હેતુથી ભરતીના નિયમોમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે. સરકારના આ નવા નિર્ણય અનુસાર, જ્ઞાન સહાયક યોજના અંતર્ગત અરજી કરનારા ઉમેદવારો માટેની મહત્તમ વયમર્યાદા હવે 48 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ સુધારાના કારણે રાજ્યના હજારો લાયક ઉમેદવારોને મોટી રાહત મળશે અને તેઓને ભરતી પ્રક્રિયામાં સામેલ થવાની ઉત્તમ તક મળશે.

સરકારનો આ નિર્ણય ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ના શિક્ષક બનવા ઈચ્છતા તમામ ઉમેદવારો માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. નવી માર્ગદર્શિકા મુજબ, હવેથી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયામાં વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે. શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓને પારદર્શક રીતે અને વહેલી તકે ભરવા માટે સરકાર દ્વારા એક તદ્દન નવી મેરિટ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.

આ નવી સુધારાવાળી ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોની પસંદગી જિલ્લાવાર મેરિટના આધારે જ કરવામાં આવશે. જે-તે જિલ્લાની ખાલી જગ્યાઓ મુજબ મેરિટ લિસ્ટ તૈયાર કરી યોગ્ય ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે, જેથી સ્થાનિક સ્તરે પણ શિક્ષકોની અછત દૂર કરી શકાય. સરકારના આ ક્રાંતિકારી પગલાથી પ્રાથમિક શિક્ષણના માળખાને વધુ મજબૂતી મળશે અને યોગ્ય લાયકાત ધરાવતા TET પાસ ઉમેદવારોને રોજગારીની યોગ્ય તકો સમયસર મળી રહેશે.

(12:13 AM IST)