<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : ૧૭ IAS અધિકારીઓની બદલીઓ અને વધારાના હવાલા સોંપાયા : અલોક કુમાર પાંડેને રાહત કમિશનરની વધારાની જવાબદારી સોંપાઈ જ્યારે જી.ટી. પંડ્યા બન્યા માહિતી નિયામક

ગૌરંગભાઈ એચ. મકવાણા, એસ. કે. પ્રજાપતિ, પ્રવીણ ચૌધરી, એમ. જે. દવે, ઉત્સવ ગૌતમ, સી.સી. કોટક, રામ નિવાસ બુગાલિયા, અતિરાગ છાપલોટ, સચિન કુમાર, શ્રીમતી વંદના મીના સહિતના ઉચ્ચ અધિકારીઓની જુદા જુદા વિભાગો, જિલ્લાઓ અને પદો પર થઈ બદલી : જુઓ સત્તાવાર યાદી

ગાંધીનગર -ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર રાજ્યમાં વહીવટી તંત્રને વધુ ધમધમતું અને કાર્યક્ષમ બનાવવા માટે કુલ ૧૭ આઈએએસ (IAS) અધિકારીઓની બદલીઓ તેમજ વધારાના હવાલા સોંપવામાં આવ્યા છે. રાજ્યપાલના આદેશથી અને તેમના નામે બહાર પાડવામાં આવેલા આ હુકમમાં અલગ-અલગ વિભાગો, જિલ્લાઓ અને કમિશનરેટમાં મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી છે.

અધિકારીઓની બદલી અને વધારાના હવાલાની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

૧. અલોક કુમાર પાંડે (આઈએએસ, સચિવ, આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર) ને રાહત કમિશનર અને સરકારના પદિન સચિવ, મહેસૂલ વિભાગ, ગાંધીનગરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે, જેનાથી ગૌરંગભાઈ એચ. મકવાણાને આ વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

૨. જી.ટી. પંડ્યા (આઈએએસ, વધારાના સચિવ, શિક્ષણ વિભાગ, ગાંધીનગર) ની બદલી કરીને તેઓને માહિતી નિયામક, ગાંધીનગર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

૩. ગૌરંગભાઈ એચ. મકવાણા (આઈએએસ, પ્રબંધ નિયામક, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ - યુજીવીસીએલ, મહેસાણા) ને મેનેજિંગ ડિરેક્ટર, ઇન્ડેક્સ-બી (INDEXT-B), ગાંધીનગરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

૪. એસ. કે. પ્રજાપતિ (આઈએએસ, કલેક્ટર, મહેસાણા) ની બદલી કરીને તેઓને વધારાના ગ્રામ વિકાસ કમિશનર, ગ્રામ વિકાસ કમિશનરેટ, ગાંધીનગર ખાતે નિયુક્ત કરાયા છે, જેથી વી.કે. જાદવને આ વધારાના હવાલામાંથી મુક્ત કરાયા છે.

૫. ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવી (આઈએએસ, સરકારના વધારાના સચિવ - કાયદો અને વ્યવસ્થા, ગૃહ વિભાગ, ગાંધીનગર) ની બદલી કરીને મહેસાણાના નવા કલેક્ટર તરીકે નિમણૂક અપાઈ છે, જેઓ એસ. કે. પ્રજાપતિનું સ્થાન લેશે.

૬. પ્રવીણ ચૌધરી (આઈએએસ, કલેક્ટર, આણંદ) ની બદલી કરીને તેઓની સેવાઓ ઉદ્યોગ અને ખાણ વિભાગને સોંપવામાં આવી છે અને તેઓને મુખ્ય કાર્યકારી અધિકારી, સ્પેશિયલ પ્રોજેક્ટ (ધોલેરા એસઆઈઆર અને મંડળ-બેલાજી એસઆઈઆર), ગાંધીનગર તરીકે નિયુક્ત કરાયા છે, જેથી ડૉ. કુલદીપ આર્યને આ વધારાના હવાલામાંથી મુક્ત કરાયા છે.

૭. એમ. જે. દવે (આઈએએસ, જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠા પાલનપુર) ની બદલી કરીને વાવ-થરાદના કલેક્ટર તરીકે નિમણૂક અપાઈ છે, જેથી કલ્પેશ કુમાર શર્માને આ વધારાના હવાલામાંથી મુક્ત કરાયા છે.

૮. ઉત્સવ ગૌતમ (આઈએએસ, જિલ્લા વિકાસ અધિકારી, કચ્છ-ભુજ) ની બદલી કરીને આણંદના નવા કલેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે, જેઓ પ્રવીણ ચૌધરીનું સ્થાન લેશે.

૯. સી.સી. કોટક (આઈએએસ, નાયબ મહાનિયામક, સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાન - સ્પીપા, અમદાવાદ) ની બદલી કરીને તેઓની સેવાઓ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને સોંપવામાં આવી છે અને તેઓને વિશેષ નિયામક, સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ (એસઆઈઆરડી), અમદાવાદ તરીકે નિયુક્ત કરાયા છે, જેથી વી.એન. શાહને આ વધારાના હવાલામાંથી મુક્ત કરાયા છે.

૧૦. રામ નિવાસ બુગાલિયા (આઈએએસ, જિલ્લા વિકાસ અધિકારી, તાપી) ની બદલી કરીને બનાસકાંઠા પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે, જેઓ એમ. જે. દવેનું સ્થાન લેશે.

૧૧. અતિરાગ છાપલોટ (આઈએએસ, જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ) ની બદલી કરીને કચ્છ-ભુજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક અપાઈ છે, જેઓ ઉત્સવ ગૌતમનું સ્થાન લેશે.

૧૨. સચિન કુમાર (આઈએએસ, જિલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુર) ની બદલી કરીને સરકારના ઉપસચિવ (કાયદો અને વ્યવસ્થા), ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર ખાતે નિયુક્ત કરાયા છે, જેઓ ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવીનું સ્થાન લેશે.

૧૩. શ્રીમતી વંદના મીના (આઈએએસ, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઇબલ એરિયા સબ પ્લાન, મહિસાગર) ની બદલી કરીને વલસાડના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક અપાઈ છે, જેઓ અતિરાગ છાપલોટનું સ્થાન લેશે.

૧૪. રાજેશ કુમાર મૌર્ય (આઈએએસ, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઇબલ એરિયા સબ પ્લાન, સોનગઢ, જી. તાપી) ની બદલી કરીને અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક અપાઈ છે, જેથી કે.જે. જાડેજા (જીએએસ - સિનિયર સ્કેલ) ને આ વધારાના હવાલામાંથી મુક્ત કરાયા છે.

૧૫. સ્વપ્નિલ મહાદેવ સિસલે (આઈએએસ, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઇબલ એરિયા સબ પ્લાન, વાંસદા, જી. નવસારી) ની બદલી કરીને તાપીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક અપાઈ છે, જેઓ રામ નિવાસ બુગાલિયાનું સ્થાન લેશે.

૧૬. ઓમકાર રાજેન્દ્ર શિંદે (આઈએએસ, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઇબલ એરિયા સબ પ્લાન, છોટાઉદેપુર) ની બદલી કરીને છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક અપાઈ છે, જેઓ સચિન કુમારનું સ્થાન લેશે.

૧૭. બી.એન. પટેલ (આઈએએસ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત ગેસ લિમિટેડ, ગાંધીનગર) ની બદલી કરીને તેઓની સેવાઓ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગને સોંપવામાં આવી છે અને તેઓને મહાનિયામક, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
18. 
આ સમગ્ર હુકમ સામાન્ય વહીવટ વિભાગના સરકારના મુખ્ય સચિવ ડૉ. ટી. નટરાજન દ્વારા જારી કરવામાં આવ્યો છે અને સંબંધિત તમામ અધિકારીઓને નવી જગ્યાનો ચાર્જ સંભાળવા આદેશ કરાયો છે.

(6:15 PM IST)