હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ્યના વહીવટી માળખામાં જબરદસ્ત ફેરબદલ : પ્રોમોશન મેળવ્યા બાદ ૧૭ અધિકારીઓની આઈએએસ (IAS) તરીકે ઈન-સિટુ નિમણૂક
સામાન્ય વહીવટી વિભાગે કેન્દ્ર સરકારના નોટિફિકેશન આધારે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું : સી.બી.ગણાત્રા અને સી.એ.ગાંધી સહિતના અધિકારીઓને જે-તે મહત્વના હોદ્દાઓ પર યથાવત રાખી આઈએએસ કેડરનું ગૌરવ અપાયું : અતિરિક્ત મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. અંજુ શર્માએ બહાર પાડ્યો હુકમ

રાજકોટ: ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા રાજ્યના સનદી માળખામાં એક સાથે ૧૭ જેટલા પ્રમોટેડ અધિકારીઓની આઈએએસ (IAS) કેડરમાં બઢતી આપીને તેઓને તાત્કાલિક ધોરણે નવી અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે. ભારત સરકારના નોટિફિકેશનના આધારે પ્રમોશન મેળવીને આઈએએસ કેડરમાં સામેલ થયેલા આ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા વહીવટી વ્યવસ્થા જાળવી રાખવા માટે તાત્કાલિક અસરથી ઇન-સીટુ (In-situ) ધોરણે નિયુક્ત કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય વહીવટી વિભાગના પર્સોનલ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. અંજુ શર્માના હસ્તાક્ષરથી ૨૬ જૂન ૨૦૨૬ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડીને મંજૂરી આપવામાં આવી છે.
સચિવાલયમાં સી.બી.ગણાત્રા અને સી.એ.ગાંધીને મહત્વની જવાબદારી:
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશો અનુસાર વહીવટી સુધારાના ભાગરૂપે સચિવાલય ખાતે સી.બી.ગણાત્રા ને રાજ્ય કક્ષાના મંત્રી (જળ સંપત્તિ, પાણી પુરવઠો (સ્વતંત્ર હવાલો)) ના પર્સનલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે જ અન્ય એક મહત્વના વિભાગ તરીકે ઓળખાતી નાગરિક પુરવઠા નિયામકની કચેરી, ગાંધીનગરમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે સી.એ.ગાંધી કાર્યભાર સંભાળશે. આ બંને પ્રમોટેડ સનદી અધિકારીઓ આઈએએસ કેડર સાથે પોતાની આ નવી અને જવાબદારીપૂર્વકની ભૂમિકામાં કાર્યરત થશે.
અન્ય કયા કયા અધિકારીઓને આઈએએસ કેડર સાથે ક્યાં મૂકાયા?
સરકાર દ્વારા જાહેર કરાયેલી વિસ્તૃત યાદી મુજબ, રાજ્યના જુદા જુદા વિભાગો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓ, જીઆઈડીસી (GIDC) અને બોર્ડ-કોર્પોરેશનના અન્ય અધિકારીઓનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે:
* આર.એન.કુચારા: ડાયરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), અરવલ્લી-મોડાસા
* આર.પી.પટેલ: એડિશનલ કલેક્ટર (ચૂંટણી), મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, સામાન્ય વહીવટી વિભાગ, ગાંધીનગર
* બી.કે.જોશી / એમ.કે.જોષી: ગાંધીનગર ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સેક્રેટરી, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), ગાંધીનગર
* બી.એન.પટેલ: એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ગુજરાત ગેસ લિમિટેડ, ગાંધીનગર
* એ.કે.જોષી: કમ્પ્ટ્રોલર ઓફ હાઉસહોલ્ડ, ગુજરાતના રાજ્યપાલની કચેરી, ગાંધીનગર
* કે.એસ.ઝાલા: જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર, ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL), ગાંધીનગર
* वी.કે.જાદવ: ડાયરેક્ટર, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ, ગાંધીનગર
* ડી.કે.પટેલ: ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD), ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરી, ગાંધીનગર
* બી.એચ.પટેલ: એડિશનલ કલેક્ટર (સિંચાઈ), વડોદરા
* આઈ.આર.વાળા: સેક્રેટરી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર
* એમ.ડી.ચુડાસમા: નિવાસી અધિક કલેક્ટર (RAC), વલસાડ
* બી.એસ.પ્રજાપતિ: એડિશનલ કલેક્ટર (નર્મદા), વડોદરા
* વી.જી.પટેલ: જોઈન્ટ કમિશનર, પ્રાદેશિક વિશ્લેષણ સમિતિ, સુરત
* એ.કે.વસ્તાની: ડાયરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), રાજકોટ
* પી.બી.રાઠોડ: ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO), ગુજરાત રાજ્ય વકફ બોર્ડ, ગાંધીનગર
ડેપ્યુટી સેક્રેટરી જયમીન શાહ દ્વારા નોટિફિકેશન રવાના કરાયું:
આ સમગ્ર સામૂહિક બઢતી તેમજ ઈન-સિટુ નિમણૂકની વહીવટી પ્રક્રિયા ગુજરાતના રાજ્યપાલના આદેશ અને નામે પૂર્ણ કરવામાં આવી છે. સામાન્ય વહીવટી વિભાગ (સેવાઓ) ના ડેપ્યુટી સેક્રેટરી જયમીન શાહ દ્વારા આ નોટિફિકેશનની સત્તાવાર નકલો રાજ્યપાલના મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ, કેન્દ્રીય કર્મચારી મંત્રાલય (નવી દિલ્હી), યુપીએસસી (UPSC), આઈએએસ એસોસિએશન તેમજ તમામ સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરીઓ અને એકાઉન્ટન્ટ જનરલ વિભાગને જરૂરી કાનૂની કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે. બઢતી પામેલા તમામ સનદી અધિકારીઓ હવે સત્તાવાર રીતે આઈએએસ તરીકેનો હોદ્દો ધારણ કરીને રાજ્યના વિકાસ કાર્યોમાં પોતાની સેવાઓ આપશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
