તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર:વિવિધ સેલ અને વિભાગના પ્રભારીઓની નિમણૂક
વિવિધ સેલની જવાબદારી ભરતસિંહ પરમારને ,સોશિયલ મીડિયાની ભરત ડાંગરને અને મનોગતની જવાબદારી ફરી નિમેષ જોશીને સોંપાઈ

ગુજરાત ભાજપે સંગઠનના વિવિધ સેલ અને વિભાગમાં પ્રભારીઓની નિમણૂક કરી છે. સંગઠનના કામકાજને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવેલી આ નિમણૂકોમાં પક્ષના અનુભવી આગેવાનોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપના વિવિધ સેલના પ્રભારી પદે પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે. સંગઠનમાં અગાઉ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા ભરતસિંહ પરમારને હવે વિવિધ સેલના સંકલન અને કામગીરીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
સોશિયલ મીડિયા પ્રભારી તરીકે પૂર્વ સહ પ્રવક્તા ભરત ડાંગરને જવાબદારી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા આજના રાજકારણમાં મહત્વનું માધ્યમ બની રહ્યું છે ત્યારે ભાજપે આ વિભાગ માટે ભરત ડાંગર પર પસંદગી ઉતારી છે.
ભાજપના પ્રકાશન ‘મનોગત’ની જવાબદારી વધુ એક વખત નિમેષ જોશીને સોંપવામાં આવી છે. અગાઉની કામગીરી બાદ ફરી તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે.
ભાજપ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂકો સાથે સંગઠનના વિવિધ વિભાગોમાં કામગીરીને વધુ ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
