તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
મહીસાગર પોલીસબેડામાં મોટાપાયે ફેરફાર : એક સાથે 13 પીઆઇની બદલીના આદેશો:SMC ના દરોડા બાદ એસપીએ કર્યા બદલીના હુકમ
બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની પણ તાકીદે બદલી કરીને તેઓને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા

મહીસાગર જિલ્લામાં પોલીસ બેઠામાં ખળભળાટ મચી ગયો છે. હાલમાં જ જિલ્લા પોલીસ વડાએ એક સાથે 13 પીઆઇની બદલીના આદેશો આપતા સોંપો પડી ગયો છે. આ કાર્યવાહી એસએમસીના દરોડા બાદ કરવામાં આવી છે. એસએમસીએ એક કરોડથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હોત.
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા બાલાસિનોરમાં પાડવામાં આવેલા મેગા દરોડા અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવ્યા બાદ, મહીસાગર જિલ્લા પોલીસ તંત્રમાં મોટો વહીવટી ભૂકંપ સર્જાયો છે.
મહીસાગર જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા કડક સજાત્મક પગલાંરૂપે તાત્કાલિક અસરે જિલ્લાના 13 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની આંતરિક બદલીના સામૂહિક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલા બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની પણ તાકીદે બદલી કરીને તેઓને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે, જેને પગલે સમગ્ર મહીસાગર જિલ્લાના પોલીસ બેડામાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાલાસિનોર ટાઉન વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડીને સ્થાનિક પોલીસ નાક નીચેથી એક કરોડથી વધુની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રોહિબિશનની આ આટલી મોટી પ્રવૃત્તિ સ્થાનિક પોલીસની મિલીભગત અથવા નિષ્ક્રિયતા વિના સંભવ ન હોવાથી, ગૃહ વિભાગની ગંભીર નોંધ બાદ મહીસાગર એસપીએ એક્શન મોડમાં આવીને આ આકરી કાર્યવાહી કરી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
