<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

પાટણના રાધનપુરમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ :રૂ.196 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો ખુલ્યા

કૌભાંડમાં શ્રમિકોને દર મહિને 10 હજાર રૂપિયાના કમિશનની લાલચ આપી બેંક ખાતાઓ ખોલ્યા:ચેકબુક, પાસબુક, ATM અને સિમકાર્ડ ગેંગને સોંપી દેવાઈ :ઓનલાઈન જુગાર, સટ્ટા અને OTP ફ્રોડ માટે થયો ઉપયોગ

પાટણના રાધનપુરમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ એક મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં રૂ. 196 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. આ કૌભાંડમાં શ્રમિકોને દર મહિને 10 હજાર રૂપિયાના કમિશનની લાલચ આપી તેમના નામે બેંક ખાતાઓ ખોલાવવામાં આવ્યા હતા. આ ખાતાઓની ચેકબુક, પાસબુક, ATM અને સિમકાર્ડ ગેંગને સોંપી દેવામાં આવતા હતા, જેનો ઉપયોગ ઓનલાઈન જુગાર, સટ્ટા અને OTP ફ્રોડ માટે થતો હતો. દેશભરની  38  સાયબર ફ્રોડ ફરિયાદો સાથે જોડાયેલા આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

(1:37 PM IST)