તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
અમદાવાદ-ભાવનગર સહિત મહારાષ્ટ્રમાં EDની મોટી કાર્યવાહી: કુલ 1.15 કરોડની મિલકતો અટેચ કરી
GLDC ભરૂચના પૂર્વ ફિલ્ડ આસિસ્ટન્ટ વાલિયા શિબાભાઈ ઉર્ફે ભુપતભાઈ વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં તપાસ તેજ : ભાવનગર ACBની ફરિયાદના આધારે EDએ ભાવનગરના મહુવા-તળાજા, અમદાવાદના ઓઢવ-સાબરમતી તેમજ પુણેના હડપસરમાં આવેલી 15 અચલ મિલકતો પ્રોવિઝનલી અટેચ કરાઈ

ગુજરાતમાં ED દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. GLDC ભરૂચના પૂર્વ ફિલ્ડ આસિસ્ટન્ટ વાલિયા શિબાભાઈ ઉર્ફે ભુપતભાઈ વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં તપાસ તેજ બની છે. ભાવનગર ACBની ફરિયાદના આધારે EDએ ભાવનગરના મહુવા-તળાજા, અમદાવાદના ઓઢવ-સાબરમતી તેમજ પુણેના હડપસરમાં આવેલી 15 અચલ મિલકતો પ્રોવિઝનલી અટેચ કરી છે. જપ્ત કરાયેલી કુલ સંપત્તિની કિંમત ₹1.15 કરોડ આંકવામાં આવી છે. સમગ્ર મામલે તપાસનો ધમધમાટ ચાલુ છે.
ગુજરાતમાં EDની આ કાર્યવાહી મુખ્યત્વે ભાવનગર અને અમદાવાદ જિલ્લાઓમાં કેન્દ્રિત રહી હતી. ભાવનગરના મહુવા અને તળાજા તેમજ અમદાવાદના ઓઢવ અને સાબરમતી વિસ્તારમાં આવેલી મહત્વપૂર્ણ મિલકતોને ED દ્વારા ટાંચમાં લેવામાં આવી છે. આ વિસ્તારોમાં મિલકતો અટેચ થતાં જ આ કેસ સાથે જોડાયેલા અન્ય શખ્સોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ કૌભાંડના તાર માત્ર ગુજરાત પૂરતા સીમિત ન રહેતા મહારાષ્ટ્ર સુધી લંબાયેલા જોવા મળ્યા છે. તપાસ એજન્સી દ્વારા પુણેના હડપસર વિસ્તારમાં આવેલી મિલકતનો પણ જપ્ત કરાયેલી સંપત્તિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, કુલ 15 જેટલી અચલ મિલકતોને પ્રોવિઝનલ અટેચ કરીને EDએ કડક સંદેશો આપ્યો છે.
આ સમગ્ર મામલાની શરૂઆત ભાવનગર એસીબી પોલીસ દ્વારા નોંધવામાં આવેલી પ્રાથમિક ફરિયાદના આધારે થઈ હતી. આરોપી વાલિયા શિબાભાઈ ઉર્ફે ભુપતભાઈ જે તે સમયે જીએલડીસી (GLDC) ભરૂચમાં ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. નોકરી દરમિયાન આવક કરતાં અપ્રમાણસર સંપત્તિ વસાવવા બદલ ED દ્વારા આ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને હાલ વધુ તપાસ ચાલુ છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
