<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે મેજર જનરલ અનુજ કુમાર મોહલા

બેઠકમાં સરહદી સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને યુવા સશક્તિકરણ જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી

ગાંધીનગર : 11 રીઓર્ગેનાઇઝ્ડ આર્મી પ્લેઈન્સ ઇન્ફન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ અનુજ કુમાર મોહલાએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલએ ભારતીય સેનાના જવાનોની બહાદુરી અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી. આ બેઠકમાં સરહદી સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને યુવા સશક્તિકરણ જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. 
ત્રણ દાયકાથી વધુની શાનદાર લશ્કરી કારકિર્દી ધરાવતા મેજર જનરલ મોહલાએ જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં 49 RR અને લખનઉમાં 41 ઇન્ફન્ટ્રી બ્રિગેડનું નેતૃત્વ કર્યું છે. મેજર જનરલ મોહલાને તેમની વિશિષ્ટ સેવાઓ માટે ચીફ ઓફ આર્મી સ્ટાફ દ્વારા પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે

(7:23 PM IST)