News of Thursday, 14th May 2026
અમદાવાદમાં આવાસના નામે મોટું કૌભાંડ:પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા તરીકે ઓળખ આપી 500થી વધુ લોકો સાથે ઠગાઈ
રોષે ભરાયેલા ભોગ બનનારાઓનો મોટો કાફલો બોડકદેવ પોલીસ મથકે ઉમટી પડ્યો અને પોતાના નાણાં પરત મેળવવા માંગ કરી

અમદાવાદમાં સરકારી આવાસ અપાવવાના બહાને 500થી વધુ નિર્દોષ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. અંકિત પટેલ અને રાગીની પટેલ નામના શખ્સોએ લોકો પાસેથી આવાસના ફોર્મ ભરવાના નામે વ્યક્તિ દીઠ ₹50,000થી વધુની રકમ ઉઘરાવી હતી. આરોપી અંકિત પટેલ પોતે ઉદ્યોગ ભવનમાં કામ કરતો હોવાનું અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનો ભત્રીજો હોવાની ખોટી ઓળખ આપી લોકોને વિશ્વાસમાં લેતો હતો. એક વર્ષ વીતી જવા છતાં આવાસ ન મળતા આજે રોષે ભરાયેલા ભોગ બનનારાઓનો મોટો કાફલો બોડકદેવ પોલીસ મથકે ઉમટી પડ્યો હતો અને પોતાના નાણાં પરત મેળવવા માંગ કરી હતી. બોડકદેવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અંકિત પટેલને રાઉન્ડઅપ કર્યો છે અને આ છેતરપિંડીના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે.
(1:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
