<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

સુરતમાં એસબીઆઈ બેંક લૂંટ કેસમાં મોટી બેદરકારીનો ખુલાસો: ત્રણ વાર બટન દબાવ્યા છતાં પણ એલાર્મ સિસ્ટમ સક્રિય ન થઈ

લૂંટારૂઓએ બેંકની એલાર્મ સિસ્ટમના વાયર કાપ્યા ન હોવા છતાં પણ એલાર્મ ન વાગ્યો

  સુરતમાં SBI બેંક લૂંટ કેસમાં પોલીસ તપાસ દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે. 50 લાખ રૂપિયાની લૂંટના આ પ્રકરણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં લૂંટારૂઓએ બેંકની એલાર્મ સિસ્ટમના વાયર કાપ્યા ન હોવા છતાં પણ એલાર્મ ન વાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ બેંક સ્ટાફને એલાર્મ કેવી રીતે કાર્ય કરે છે તેની પૂરતી જાણકારી નહોતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ રહી ગઈ હતી. ત્રણ વાર બટન દબાવ્યા છતાં એલાર્મ સિસ્ટમ સક્રિય ન થઈ હોવાનું પણ સામે આવ્યું છે. લૂંટારૂઓ રોકડ અને મોબાઈલ લઈને ફરાર થવામાં સફળ રહ્યા હતા. 

 આ ઘટનામાં આરોપીઓ “મિસ્ટર ઇન્ડિયા”ની જેમ ગાયબ થઈ જતા પોલીસ માટે પડકાર ઉભો થયો છે. તપાસ માટે 8થી વધુ પોલીસ ટીમો દ્વારા 200થી વધુ CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા છે અને પલસાણા સુધી તપાસ હાથ ધરવામાં આવી હોવા છતાં લૂંટારૂઓ હજુ સુધી પોલીસની પકડથી દૂર છે.

(8:32 PM IST)