હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 2nd July 2026
વડોદરા મનપામાં મોટો ભડકો : એક સાથે પાંચ જેટલા ઉચ્ચ અધિકારીઓએ રાજીનામાં આપતા ખળભળાટ
સામાન્ય વહીવટ વિભાગના ખાતાકીય વડા દેવાંગ ભટ્ટ સહિત બે વોર્ડ ઓફિસર અને બે રેવન્યૂ ઓફિસરોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા

વડોદરા મહાનગરપાલિકામાં એકસાથે પાંચ ઉચ્ચ અધિકારીઓએ નિવૃત્તિ જાહેર કરતા વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સામાન્ય વહીવટ વિભાગના ખાતાકીય વડા દેવાંગ ભટ્ટ સહિત બે વોર્ડ ઓફિસર અને બે રેવન્યૂ ઓફિસરોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સામૂહિક રાજીનામા પાછળ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કથિત હેરાનગતિ અને કામનું અતિશય ભારણ મુખ્ય કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એકસાથે પાંચ-પાંચ અધિકારીઓએ સરકારી સેવામાંથી સ્વૈચ્છિક એક્ઝિટ લેતા પાલિકાના રાજકારણ અને વહીવટી તંત્રમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.
રાજીનામું આપનાર અધિકારીઓની યાદી:
દેવાંગ ભટ્ટ – ખાતાકીય વડા, સામાન્ય વહીવટ વિભાગ
પરાગ મોદી – વોર્ડ ઓફિસર, વોર્ડ નં. 16
મહેશ પટેલ – વોર્ડ ઓફિસર, વોર્ડ નં. 17
મનોજ ક્રિશ્ચિયન – રેવન્યૂ ઓફિસર
પ્રકાશ પરમાર – રેવન્યૂ ઓફિસર
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
