<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

વડોદરામાં ડેસરમાં એસઓજીનું મોટું ઓપરેશન: ગુતરડી ગામના ખેતરમાં ઉગાડેલો ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો

ખેડૂતે પોતાના ખેતરમાં અન્ય કાયદેસરના પાકની આડમાં નશીલા પદાર્થ ગણાતા ગાંજાના છોડ ઉછેર્યા હોવાનું સામે આવતા ચકચાર મચી

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી નશાના કારોબાર સામે એક મોટી સફળતા મળી છે. ડેસર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગુતરડી ગામમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગાંજાની ગેરકાયદેસર ખેતી ઝડપી પાડી છે. ખેડૂતે પોતાના ખેતરમાં અન્ય કાયદેસરના પાકની આડમાં નશીલા પદાર્થ ગણાતા ગાંજાના છોડ ઉછેર્યા હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.

 

(11:13 PM IST)