હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"ગુજરાતના સચિવાલયમાં મોટી ઊથલપાથલના એંધાણ : આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલીઓનો તખતો ઘડાતો હોવાની ચર્ચા
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રમાં ફેરફારોની અટકળો તેજ

ગાંધીનગર : ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની મોટા પાયે બદલીઓ થવાની ચર્ચાએ સચિવાલયમાં જોર પકડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ગુજરાત મુલાકાત બાદ આ અટકળો વધુ તેજ બની છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ, વર્ષ ૨૦૨૭-૨૮નું રાજ્ય બજેટ અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્ત્વના વિભાગોમાં વહીવટી ફેરફારો થઈ શકે છે.
રાજ્ય સરકારના કેટલાક મહત્ત્વના વિભાગોનો હવાલો હાલમાં વધારાના ચાર્જથી સંભાળવામાં આવી રહ્યો છે. આવા વિભાગોને પૂર્ણ સમયના અધિકારીઓ મળશે કે વર્તમાન અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપાશે, તે અંગે વહીવટી વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને ઉદ્યોગો, રોકાણ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સાથે સંકળાયેલા વિભાગોમાં ફેરફારોની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
વર્ષ ૨૦૨૪ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને અગાઉ સ્થગિત થયેલી ૨૦૨૨ની સમિટ સંબંધિત કરારો મળીને કુલ ૯૮,૫૪૦ પ્રોજેક્ટ માટે આશરે રૂ. ૪૫.૨૦ લાખ કરોડના રોકાણ પ્રસ્તાવો નોંધાયા હતા. આગામી સમિટમાં વધુ મોટાં રોકાણ આકર્ષવાનો પડકાર સરકાર સામે રહેશે. જોકે, આઈએએસ અધિકારીઓની નવી બદલીઓ અંગે સત્તાવાર યાદી બહાર પડી હોવાની પુષ્ટિ મળી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
