તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
માલ–સામોટ માર્ગ પર મોતને આમંત્રણ આપતું ડાયવર્ઝન! :ઘણા દિવસથી ધોવાયેલો રસ્તો ખુલ્લો, અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તંત્ર?
માલ–સામોટ રોડ પર મોતનું ડાયવર્ઝન! તંત્ર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે?: કોકટી પાસે ધોવાયેલું ડાયવર્ઝન હજુ ખુલ્લું, પ્રવાસીઓના જીવ સાથે ખિલવાડ!

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા માલ–સામોટ માર્ગ પર કોકટી ગામ નજીક નિર્માણાધીન બ્રિજનું ડાયવર્ઝન ભારે વરસાદના કારણે ઘણા દિવસોથી ધોવાઈ ગયું હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા આજદિન સુધી રસ્તો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો નથી કે પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાઈ નથી. પરિણામે સ્થાનિક લોકો તેમજ બહારથી આવતા પ્રવાસીઓના જીવ પર ગંભીર જોખમ ઊભું થયું છે.
આ માર્ગ પરથી રાજ્યભર અને બહારથી આવતા અનેક પ્રવાસીઓ નર્મદાના પ્રસિદ્ધ ઈકો ટુરિઝમ સ્થળો અને નીનાઈ ધોધની મુલાકાત લેવા પસાર થાય છે. રસ્તાની વાસ્તવિક સ્થિતિથી અજાણ પ્રવાસીઓ માટે આ ધોવાયેલું ડાયવર્ઝન જીવલેણ સાબિત થઈ શકે છે. જો કોઈ વાહન અકસ્માતનો ભોગ બને અથવા જાનહાનિ સર્જાય, તો તેની જવાબદારી કોણ સ્વીકારશે? એવો સવાલ હવે સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભારે વરસાદ બાદ ડાયવર્ઝન ધોવાઈ જવા છતાં માત્ર ઔપચારિક કાર્યવાહી કરવામાં આવી છે. જોખમી સ્થળે પૂરતા બેરિકેડ્સ, ચેતવણીના બોર્ડ અથવા ટ્રાફિક નિયંત્રણની અસરકારક વ્યવસ્થા ન હોવાને કારણે અકસ્માતની શક્યતા સતત વધી રહી છે.
સ્થાનિક લોકોએ માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા તંત્રને તાત્કાલિક અસરથી આ જોખમી ડાયવર્ઝન સંપૂર્ણપણે બંધ કરવા, વૈકલ્પિક માર્ગની સ્પષ્ટ વ્યવસ્થા કરવા અને બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ ન જુએ, પરંતુ સમયસર પગલાં ભરી નિર્દોષ લોકોના જીવ બચાવે
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
