તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
સગીરાનું અપહરણ કરી દુસ્કર્મ કરનાર યુવાનને 20 વર્ષની સખદ કેદની સજા ફટકારતી સેસન્સ કોર્ટ
યુવાન સગીર વય ની જાણતા હોવા છતાં લગ્નની લાલચ આપીને અપહરણ કરી લઇ જઈ દુસ્કર્મ કરી ગુનો કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:તિલકવાડા તાલુકાના ડાભીયા ગામના યુવાને એક ગામની સગીર વયની જાણતા હોવા છતાં લગ્નની લાલચ આપી તેને તેના વાલીપણામાંથી ભગાડી અપહરણ કરી લઇ જઈ દુસ્કર્મ કરી ગુનો કર્યો હતો. સગીરાનું અપહરણ કરી દુસ્કર્મ કરનાર યુવાનને 20 વર્ષની સખદ કેદની સજા અને ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવાની સજા મે.નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે સજા ફટકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડાના ડાભીયા ગામના 22 વર્ષીય જગદીશ કપુરભાઈ ભીલ ગત 12 ફેબ્રુઆરી 23 ના રોજ રાતના એક વાગ્યાના સુમારે તિલકવાડા તાલુકાના એક ગામ ની સગીર વયની દીકરીને પટાવી ફોસલાવી લલચાવી લગ્ન કરવાના બદઈરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી બોટાદ ખાતે આવેલ વાઘરીની વાડી ખાતે લઈ જઈ અવાર-નવાર મરજી વિરુદ્ધ દુસ્કર્મ કરી ગુન્હો કરેલ.
આ કેશ નર્મદા જીલ્લાના એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એ.વી.હિરપરાની કોર્ટમાં ચાલતા જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહીલના ઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓતથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાંરાખી આરોપીને ઈ.પી.કો કલમ-376(૨) અને પોકસો અધિનીયમની કલમ-6 હેઠળ આરોપીને 20 (વીસ) વર્ષની સખત કેદ તથા રૂ.50 હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તથા ઈ.પી.કો. કલમ- 363 હેઠળ આરોપીને 5 વર્ષની સખત કેદ તથા રૂ. 10 હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની કેદ તથા ઈ.પી.કો. કલમ-366 હેઠળ 7 વર્ષની સખત કેદ તથા રૂ.20 હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજાનો તથા ભોગબનનારને રૂ.2 લાખના વળતર ચુકવવાનો હુકમ આજરોજ ફરમાવેલ છે
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
