News of Sunday, 28th June 2026
ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામની સીમમાં મહિલાની છેડતી કરી માર મારનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ
ખેતીની જમીન બાબતે રીસ રાખી સાડીનો પલ્લો ખેચી છેડતી કરી ફરીને ધક્કો મારી જમીન ઉપર પાડી દઈ તેમજ શરીરે ઢીકા પાટુંનો માર માર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામમાં મહિલાની છેડતી કરી માર મારનાર વ્યક્તિ વિરૂદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈજા પામનાર ફરીયાદી નાઓ સાથે ઓરપા ગામની સીમમાં આવેલ પોતાના હિસ્સાની ભાગની જમીનમાં કપાસનું વાવેતર કરતા હતા તે વખતે ભાણાભાઇ રમેશભાઇ તડવી રહે.ઓરપા તા.ગરૂડેશ્વર જિ.નર્મદા નાઓ મોટર સાયકલ ઉપર આવી મોટર સાયકલ ઉભી રાખી ફરીયાદી પાસે જઈ ખેતીની જમીન બાબતે રીસ રાખી સાડીનો પલ્લો ખેચી છેડતી કરી ફરી.ને ધક્કો મારી જમીન ઉપર પાડી દઈ તેમજ શરીરે ઢીકા પાટુંનો માર મારી ફરી.ને નજીકમાં પડેલ લાકડી વડે ડાબા પગના ઘુંટણના ભાગે બે ત્રણ સપાટા મારી આજે તો તું બચી ગઈ છે. અને હવે પછી આ જમીમાં ખેતી કરવા આવીશ તો તને જાન થી મારી નાખીશ તેવી ધમકીઓ આપી ગુનો કરતા ગરૂડેશ્વર પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
