તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ગોધરા રેલવે સ્ટેશન પરથી 19,800 US ડોલર સાથે મહિલા-પુરુષની અટકાયત: દસ્તાવેજો ન મળતા પોલીસે ચલણ- પાસપોર્ટ જપ્ત કર્યા
19,800 US ડોલર એટલે કે 18 લાખ 61 હજાર 200નું ચલણ જપ્ત કરાયું :જુલેખાબીબી ભટુક અને અબ્દુલ કાદર દડીની ધરપકડ

ગોધરા રેલવે સ્ટેશન પરથી આશરે 19,800 અમેરિકન ડોલરના શંકાસ્પદ વિદેશી ચલણ સાથે એક મહિલા સહિત બે વ્યક્તિઓની ગોધરા બી ડિવિઝન પોલીસે અટકાયત કરી છે. બંને પાસેથી મળેલા વિદેશી ચલણની ભારતીય ચલણમાં અંદાજિત કિંમત રૂ. 18.61 લાખ જેટલી થાય છે
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વડોદરાથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન મારફતે ગોધરા આવી રહેલા એક પુરુષ અને મહિલા પાસે મોટી માત્રામાં વિદેશી ચલણ છે. બાતમીના આધારે ગોધરા રેલવે સ્ટેશન પર વોચ ગોઠવવામાં આવી હતી. ટ્રેન પહોંચતા જ પોલીસે બંને શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડી તેમની તલાશી લીધી હતી.
તપાસ દરમિયાન અબ્દુલ કાદર દડી અને ઝૂલેખા બીબી ઇસહાક ભટુક બંને પાસેથી કુલ 19,800 યુ.એસ. ડોલર મળી આવ્યા હતા. આટલી મોટી રકમના વિદેશી ચલણ અંગે પોલીસે કાયદેસરના દસ્તાવેજો અને પુરાવા માંગ્યા હતા, પરંતુ બંને કોઈપણ આધારભૂત દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. પરિણામે પોલીસે વિદેશી ચલણ જપ્ત કરીને બંનેની અટકાયત કરી હતી.
પોલીસે બંનેના પાસપોર્ટ પણ કબજે કર્યા છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
