News of Saturday, 25th April 2026
મંડાળા બન્યું રાજકીય કેન્દ્ર, ચૈતર વસાવાએ કરી રમીલાબેન નરોત્તમભાઈ વસાવાને જીતાડવા અપીલ
મંડાળા ગામે ધારાસભ્ય ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત, જિલ્લા પંચાયત ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ સંદેશ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : ડેડિયાપાડા તાલુકાના મંડાળા ગામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામમાં મોટી સંખ્યામાં કાર્યકરો તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહી ધારાસભ્યનું ઉષ્માભેર આવકાર કર્યું હતું.
ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના સંબોધનમાં “કાચના ગ્લાસ” મુદ્દે સામા પક્ષ પર નિશાન સાધતા રાજકીય ગરમાવો વધાર્યો હતો. તેમણે આ મુદ્દે વિરોધ પક્ષને ખુલ્લો પડકાર આપ્યો હતો, જેને કારણે સભામાં હાજર કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
આ સાથે જ તેમણે આવનારી જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. મંડાળા જિલ્લા પંચાયત સીટ અંગે બોલતાં તેમણે જણાવ્યું કે આ સીટ પર ભાજપાના ઉમેદવાર તરીકે સંજય વસાવા મેદાનમાં છે, પરંતુ આમ આદમી પાર્ટી તરફથી રમીલાબેન નરોત્તમભાઈ વસાવા અને અજયભાઈ વસાવાને ભારે બહુમતીથી જીતાડવા લોકો આગળ આવે તેવી અપીલ કરી હતી.
આ ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવાએ ખાસ કરીને પોતાના પક્ષના ઉમેદવાર રમીલાબેન નરોત્તમભાઈ વસાવાની જીત માટે લોકોને આગ્રહભેર અપીલ કરી હતી અને વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
સભા દરમિયાન કાર્યકરોમાં ભરપુર ઉત્સાહ જોવા મળ્યો હતો. દેડિયાપાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ ધારાસભ્ય ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાતા રાજકીય ચહલપહલ વધતી જોવા મળી રહી છે
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
