<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની પસંદગી : ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળની વરણી કરાઈ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટને જવાબદારી :શાસક પક્ષના નેતા તરીકે મેઘના વિકાસકુમાર શાહની નિમણૂક :દંડક તરીકે પુષ્પાબેન પરમારના નામની જાહેરાત

નડિયાદ મહાનગરપાલિકાના પાંચ મુખ્ય હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 11ના મનીષ પટેલની પસંદગી કરવામાં આવી છે. તેમના નામની જાહેરાત થતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 9ના કલ્પેશ રાવળની પસંદગી કરવામાં આવી છે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટને જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે મેઘના વિકાસકુમાર શાહની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે પુષ્પાબેન પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે નોંધપાત્ર જીત મેળવી હતી, જેના પગલે હવે રાજ્યભરની મહાનગરપાલિકાઓમાં સંગઠન અને વહીવટી જવાબદારીઓ માટે નવા ચહેરાઓને તક આપવામાં આવી રહી છે. નડિયાદ મનપામાં જાહેર કરાયેલા આ નવા હોદ્દેદારો આગામી સમયમાં શહેરના વિકાસ અને વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવશે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે નવી ટીમ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા, પાણી, રોડ અને નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓ પર વધુ ફોકસ કરશે.

(1:02 PM IST)