News of Tuesday, 21st July 2026
મન કી બાત’ કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગોને સાથે જોડવા તેમજ કાર્યક્રમના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે સંગઠનાત્મક આયોજન અંગે માર્ગદર્શન આપતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ‘મન કી બાત‘ કાર્યક્રમના અનુસંધાને ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે બેઠક યોજાઇ: ‘મન કી બાત‘ કાર્યક્રમના બુથ સ્તર સુધી અસરકારક અને સુચારુ આયોજન અંગે વિગતવાર માર્ગદર્શન આપતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, પ્રત્યેક મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ‘મન કી બાત‘ કાર્યક્રમના અનુસંધાને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં જિલ્લા - મહાનગરના ‘મન કી બાત‘ કાર્યક્રમના ઇન્ચાર્જઓ તથા ટીમના સભ્યોની ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે સંગઠનાત્મક બેઠક યોજાઇ હતી.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગોને સાથે જોડવા તેમજ કાર્યક્રમના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે સંગઠનાત્મક આયોજન પર વિશેષ ભાર મૂક્યો હતો અને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘મન કી બાત’ કાર્યક્રમ દેશના સામાન્ય નાગરિકોના પ્રેરણાદાયી પ્રયાસોને રાષ્ટ્રીય મંચ આપતો અનોખો કાર્યક્રમ છે. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ બેઠકમાં ‘મન કી બાત‘ કાર્યક્રમના બુથ સ્તર સુધી અસરકારક અને સુચારુ આયોજન અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ‘મન કી બાત‘ કાર્યક્રમના પ્રદેશ ઇન્ચાર્જ શ્રીમતી વર્ષાબેન દોશી, પ્રદેશ સહ ઇન્ચાર્જઓ માધુભાઈ કથરીયા તથા મનીષભાઈ પટેલ, જિલ્લા - મહાનગરના ‘મન કી બાત‘ કાર્યક્રમના ઇન્ચાર્જઓ અને ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
