<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

‘મન કી બાત- રાજસ્થાની સમાજ કે સાથ‘: ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. સતીશ પુનિયાજીએ અમદાવાદના શાહીબાગ ખાતે રાજસ્થાની સમાજના નાગરિકો સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળ્યો

‘મન કી બાત- કાર્યકર્તાઓ કે સાથ‘: ઘાટલોડીયા વિધાનસભાના બૂથ નં. ૧૭૨ ખાતે ભાજપા કાર્યકર્તાઓ સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમનું શ્રવણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:‘મન કી બાત- યુવાઓ કે સાથ‘: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ગાંધીનગર ખાતે યુવાઓ સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળ્યો:‘મન કી બાત- ચાર્ટડ એકાઉન્ટન્ટસ કે સાથ‘: સુરત ખાતે સી.એ.- સી. એસ. સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળતા કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ:‘મન કી બાત‘- યુવા કિસાનો કે સાથ‘: સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામે યુવા કિસાનોની સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ સાંભળતા ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી


ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, આજે તા. ૩૦ ઓગસ્ટ, રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના ૧૩૭મા એપિસોડના ઉપલક્ષ્યમાં રતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં વિવિધ સ્થાનોએ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં સમાજના વિવિધ ક્ષેત્રો અને વર્ગો સાથે સંકળાયેલા નાગરિકો સાથે ભાજપાના આગેવાનો તથા કાર્યકર્તાઓએ ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો હતો.
અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ભવન ખાતે ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ડૉ. સતીશ પુનિયાજીની ઉપસ્થિતિમાં રાજસ્થાની સમાજના નાગરિકો સાથે ‘મન કી બાત–રાજસ્થાની સમાજ કે સાથ’ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ અમદાવાદના થલતેજ સ્થિત સુદર્શન ટાવર ખાતે ઘાટલોડિયા વિધાનસભાના બુથ નં.૧૭૨ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાજપા આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળ્યો હતો.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ગાંધીનગર સ્થિત કુડાસણ ખાતે ‘Chai G‘ કેફેમાં યુવાનો સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું અને યુવાનો સાથે સંવાદ કર્યો હતો. આ ઉપરાંત સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તથા કંપની સેક્રેટરીઝ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ખાતે ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશીની ઉપસ્થિતિમાં યુવા ખેડૂતો સાથે ‘મન કી બાત–યુવા કિસાનો કે સાથ’ કાર્યક્રમ યોજાયો હતો.
નડિયાદ ખાતે રાજ્ય સરકારના મંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં મહિલાઓની ભાગીદારી સાથે ‘મન કી બાત–નારીશક્તિ કે સાથ’ કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બિદડા ખાતે પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવેની ઉપસ્થિતિમાં ખેડૂતો તથા પશુપાલકો સાથે ‘મન કી બાત–કિસાન ઔર પશુપાલકો કે સાથ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે અમદાવાદના ચાંદખેડા ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા, મેયર હિતેશભાઈ બારોટ તથા પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિ સમાજના નાગરિકો સાથે ‘મન કી બાત–અનુસૂચિત સમાજ કે સાથ’ કાર્યક્રમ યોજાયો હતો.
દર મહિનાના છેલ્લા રવિવારે સમગ્ર રાજ્યમાં બુથ સ્તરે યોજાતા ‘મન કી બાત‘ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સંગઠનની યોજના મુજબ નાગરિકો સાથે ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળે છે. ‘મન કી બાત’ના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના નાગરિકોની પ્રેરણાદાયી પહેલોને રાષ્ટ્રીય ઓળખ મળે છે. મોદીજી દ્વારા વિવિધતામાં એકતાના સંદેશ સાથે દેશમાં થઈ રહેલ સકારાત્મક અને ઐતિહાસિક કામગીરી, દેશના ભવ્ય ઇતિહાસ સહિત આપણે ભારતીય તરીકે ગૌરવ લઈ શકીએ તેવી વિવિધ પ્રેરણાદાયી બાબતો દેશ સમક્ષ રજૂ કરવામાં આવે છે ત્યારે મહત્તમ નાગરિકો આ કાર્યક્રમ સાથે જોડાય તે માટે બુથ સ્તરે આ કાર્યક્રમ નિહાળવાનું આયોજન ભાજપા દ્વારા દર મહિને કરવામાં આવે છે.

(5:07 PM IST)