<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ધોલેરા પંથકમાં ભારે વરસાદના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા: અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોનું રેસ્ક્યુ

આનંદપુર, બૂરાનપુર અને વણી તળાવ સહિતના ગામડાઓ પાણીમાં ઘેરાઈને બેટમાં ફેરવાઈ ગયા :યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી શરૂ

અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકમાં વરસાદના કારણે આનંદપુર, બૂરાનપુર અને વણી તળાવ સહિતના ગામડાઓ પાણીમાં ઘેરાઈને બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં લોકો સંપર્ક વિહોણા બની ગયા છે. ધંધુકા ડિવિઝનના ડીએસપી આસ્તા રાણા, જિલ્લા પંચાયત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, એનડીઆરએફની ટીમ અને સ્થાનિક પોલીસના કાફલાએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી છે. મહિલા ડીવાયએસપી પણ બોટમાં બેસીને ફસાયેલા લોકો સુધી પહોંચીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીમાં જોડાયા છે. અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હજુ પણ ઘણા લોકોને સમજાવીને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે

(11:37 PM IST)