News of Thursday, 26th November 2026
થરા પંથકમાં ખારીયા ગામે ખેતરમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ : ગાંજાના 64 લીલા છોડ સહિત કુલ રૂ.31.07 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપી રાજુ કાળુભા વાઘેલાની ધરપકડ કરી તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના થરા પંથકમાં આવેલા ખારીયા ગામે કપાસના ખેતરની આડમાં કરાયેલા ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડી ખેતરમાંથી ગાંજાના 64 લીલા છોડ (કુલ વજન 62.040 કિલોગ્રામ) સહિત કુલ રૂ.31.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આરોપી રાજુ કાળુભા વાઘેલાની ધરપકડ કરી તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
