<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

પૂરી અમદાવાદ ટ્રેનમાંથી ૩૦.૮૮ લાખથી વધુનો ગાંજો ઝડપી લેવાયો..

નો ડ્રગ્‍સ ઈન ગુજરાત, CID વડા ડો. કે. એલ. એન. રાવના અભિયાનમાં રેલવે એસપી અભય સોનીના નેતળત્‍વમાં મોટી સફળતા.... PI એમ. પી. પંડિયા, PSI આર.આર.આલ, ASI ભરતભાઈ અને પોલિસમેન વિજયસિંહ વિગેરે સ્‍ટાફ દ્વારા કાર્યવાહીઃ એન્‍ટી નાર્કોટીકસ ફોર્સ અને SOGનો સપાટો...

 

રાજકોટ, તા.૧૬: ગુજરાતમાં ડ્રગ્‍સ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્‍યના CID વડા ડો. કે.એલ.એન. રાવના અભિયાન અંતર્ગત ગુજરાત રેલવે પોલીસના વડોદરા ડિવિઝનના પોલીસ અધિક્ષક અભય સોનીના નેતળત્‍વમાં એન્‍ટી નાર્કોટિક્‍સ વિંગ અને SOG ને મોટી સફળતા મળી છે.

તા. ૧૫/૧૦/૨૦૨૬ ના રોજ કાશીપુરા સારાર રેલવે સ્‍ટેશન નજીક પુરી-અમદાવાદ સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેન નંબર ૧૨૮૪૩ ના જનરલ કોચમાંથી તપાસ દરમિયાન ૬૧.૭૦૦ કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજો મળી આવ્‍યો હતો, જેની કિંમત રૂ. ૩૦,૮૮,૫૦૦ છે. બે બેકપેક, ટ્રોલી બેગ અને થેલો મળી કુલ રૂ. ૩૦,૮૮,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે.

આ અંગે વડોદરા રેલવે પોલીસ સ્‍ટેશનમાં NDPS એક્‍ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી PI એમ.પી. પંડ્‍યા, PSI આર.આર. આલ, ASI ભરતભાઈ સોમાભાઈ અને પો. કોન્‍સ. વિજયસિંહ રણજીતસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:29 PM IST)