તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
સુરતના ડુમ્મસના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું ચૂંટણી પહેલા જ મેગા ઓપરેશન :ડ્રોન દ્વારા પણ ચાંપતી નજર
ભાવનગર, દ્વારકા, પોરબંદર, કંડલા સહિતના બધા જ દરિયા કાંઠાના વિસ્તારોમાં સલામતી વ્યવસ્થા સઘન બનાવવામાં આવી

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. ડુમ્મસના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સે ચૂંટણી પૂર્વે જ મેગા ઓપરેશન હાથ ધર્યુ છે. આતંકવાદી ગતિવિધિઓ રોકવા માટે મરીન કમાન્ડો એક્શનમાં આવ્યા છે. દરિયાઈ માર્ગે થતી દરેક હલચલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ બોટો અને અવાવરૂ સ્થળોનું ઝીણવટભર્યુ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે કોઇપણ અપ્રિય ઘટનાને ટાળવા પોલીસ તંત્ર એલર્ટ પર છે. દરિયાઈ સુરક્ષા મજબૂત કરીને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતની સાથે આખા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. ભાવનગર, દ્વારકા, પોરબંદર, કંડલા સહિતના બધા જ દરિયા કાંઠાના વિસ્તારોમાં સલામતી વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ પણ દરિયાઈ વિસ્તારોમાં કોઈ બહારથી છમકલું ન થાય તે માટે તેના પર સતત ધ્યાન આપી રહ્યું છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
