તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
સપ્તપદી વિના માત્ર મેરેજ સર્ટિફિકેટના આધારે લગ્ન કાયદેસર નહીં
હિન્દુ લગ્ન અધિનિયમ અંગે હાઈકોર્ટ દ્વારા મહત્ત્વનું અર્થઘટન કરવામાં આવ્યું : ફેમિલી કોર્ટનો લગ્ન માન્ય હોવાનો ઓર્ડર રદ કરી ગુજરાત હાઇકોર્ટે મામલાની સંપૂર્ણ ટ્રાયલ ચલાવી કથિત લગ્નને રદબાતલ જાહેર કર્યું

અમદાવાદ,તા.૦૧: હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ હિન્દુ લગ્ન ત્યારે જ કાયદેસર અને માન્ય ગણાય જ્યારે કાયદા મુજબની આવશ્યક ધાર્મિક વિધિઓ અને રિવાજો, જેમાં સપ્તપદી (સાત ફેરા) જેવી વિધિનો સમાવેશ થાય છે, તે પૂર્ણ કરવામાં આવી હોય તેમ ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદામાં ઠરાવ્યું ઠરાવ્યું છે છે. માત્ર લગ્નનું રજિસ્ટ્રેશન થઈ જવાથી લગ્ન કાયદેસર બની જતા નથી. જો આવશ્યક વિધિઓ જ કરવામાં આવી ન હોય તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને કોઈ કાનૂની માન્યતા મળતી નથી. એટલે કે, માત્ર મેરેજ રજિસ્ટ્રેશનથી હિન્દુ લગ્ન કાયદેસર બનતા નથી. જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ આર. ટી. વાચ્છાણીની ખંડપીઠે આ મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. આ કેસમાં એક અરજદારે ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે પક્ષકારો વચ્ચે
કાયદેસર હિન્દુ લગ્ન થયા જ નહોતા, તેથી કથિત લગ્નને રદબાતલ જાહેર કરવામાં આવે. જો કે, ફેમિલી કોર્ટે લગ્નનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર ઉપલબ્ધ હોવાથી લગ્ન માન્ય હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરી મામલાની સંપૂર્ણ ટ્રાયલ ચલાવવાનો નિર્ણય કર્યો હતો. જાસ્ટિસ ઇલેશ જે. વોરા અને જાસ્ટિસ ટસ આર. આર. ટી. વાચ્છાણીની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે, પ્રતિવાદી મહિલાએ પોતે જ લેખિત જવાબમાં સ્વીકાર્યું હતું કે બંને વચ્ચે કોઈપણ હિન્દુ લગ્નવિધિ કે આવશ્યક ધાર્મિક સંસ્કાર થયા નહોતા અને તેઓ પતિ-પત્ની તરીકે ક્યારેય બંધાયા નહોતા. આવી સ્પષ્ટ અને નિર્વિવાદ કબૂલાત પછી માત્ર રજિસ્ટ્રેશનના આધારે લગ્ન માન્ય હોવાનું અનુમાન ટકી શકતું નથી અને આવી સ્થિતિમાં સંપૂર્ણ ટ્રાયલ ચલાવવાનો કોઈ અર્થ રહેતો નથી.
પ્રચલિત રિવાજો અને વિધિ અનુસાર લગ્ન થવા જરૂરી-અવલોકન હાઈકોર્ટે જણાવ્યું કે હિન્દુ
લગ્ન અધિનિયમની કલમ ૭ મુજબ લગ્ન પક્ષકારોના પ્રચલિત રિવાજો અને વિધિ અનુસાર સંપન્ન થવા જરૂરી છે. જ્યાં સપ્તપદી વિધિનો રિવાજ હોય ત્યાં સાતમું પગલું પૂર્ણ થતાં જ લગ્ન કાયદેસર રીતે પૂર્ણ ગણાય છે. આ વિધિઓ વિના લગ્નને કાયદાની નજરે સંપન્ન થયેલા લગ્ન કહી શકાય નહીં. જ્યારે કલમ ૮ હેઠળનું રજિસ્ટ્રેશન માત્ર પહેલેથી કાયદેસર રીતે સંપન્ન થયેલા લગ્નનો પુરાવો પૂરું પાડે છે પરંતુ આવું રજિસ્ટ્રેશન પોતે લગ્ન સર્જી શકતું નથી.
લગ્ન માત્ર ઔપચારિક કાર્યક્રમ નથી, પવિત્ર સંસ્કાર છે : HC
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે હિન્દુ પરંપરામાં લગ્ન માત્ર ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ પવિત્ર સંસ્કાર છે. જેના આધારે નવા પરિવારની રચના થાય છે. યુવા ષી-પુરુષોએ લગ્નના પવિત્ર સ્વરૂપને સમજવું જોઈએ. લગ્ન માત્ર ગીત-સંગીત, ભોજન કે સામાજિક ઉજવણી માટેનો પ્રસંગ નથી અને તેને વેપારી વ્યવહાર તરીકે પણ જોવો જોઈએ નહીં. તે જીવનભરના સમાનતા. પરસ્પર સન્માન અને જવાબદારીના સંબંધની શરૂઆત છે. આ તમામ હકીકતોને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો આદેશ રદ કરી પક્ષકારો વચ્ચેનું કથિત લગ્ન શરૂઆતથી જ રદબાતલ અને અમાન્ય હોવાનું જાહેર કર્યુ હતું
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
