<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

ગુજરાત વહીવટી સેવાના કલાસ-૧ સિનિયર સર્કલના અધિકારીઓની સામુહિક બદલીઃ જાહેરનામુ ડીકલેર

ડે.કલેકટર કક્ષાના અધિકારીઓને નવી નિમણુંકઃ પાંચ જીલ્લાના DRDA નિયામકો બદલાયા

ગાંધીનગર  તા. ૪ :.. ગુજરાત સરકારના સામાન્‍ય વહીવટ વિભાગ (જી.એ.ડી.) દ્વારા આજે એક સત્તાવાર જાહેરનામું બહાર પાડીને ગુજરાત વહીવટી સેવા (GAS) ક્‍લાસ-૧ (સિનિયર સ્‍કેલ) ના ઉચ્‍ચ અધિકારીઓની બદલી અને નવી નિમણૂંકના આદેશો જારી કરવામાં આવ્‍યા છે. રાજ્‍યના અધિક મુખ્‍ય સચિવ ડો. અંજુ શર્માના હુકમથી ડેપ્‍યુટી કલેક્‍ટર અને અધિક કલેક્‍ટર કક્ષાના અધિકારીઓની આ બદલીઓ તાત્‍કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. આ જાહેરનામામાં ૧ જૂન ૨૦૨૬ ના રોજ કરવામાં આવેલા અગાઉના બદલીના આદેશોમાં પણ આંશિક સુધારો કરવામાં આવ્‍યો છે.

 કયા અધિકારીને કઈ ગ્‍યાએથી કઈ જગ્‍યાએ મુકાયા?

  ૧. બી.કે.દવે (GAS - સિનિયર સ્‍કેલ): ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ નિયામકની કચેરીમાં સંયુક્‍ત કમિશનર તરીકે કાર્યરત હતા. તેમની બદલી કરીને સુરેન્‍દ્રનગર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી (DRDA) ના નિયામક તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

  ૨. આર.એમ. જાલંધરા   સુરેન્‍દ્રનગર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી (DRDA) ના નિયામક તરીકે ફરજ બજાવતા હતા. (GAS - સિનિયર સ્‍કેલ):   તેમની બદલી ભરૂચ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી (DRDA) ના નિયામક તરીકે કરવામાં આવી છે. તેમની આ નિમણૂંકથી જૂનિયર સ્‍કેલના અધિકારી જી.એમ.બોરાડ આ પદના વધારાના ચાર્જમાંથી મુક્‍ત થશે.

  ૩. કુમારી પી.એસ.બારૈયા (GAS - સિનિયર સ્‍કેલ)

     ગાંધીનગર ખાતે ગુજરાત ગ્રામ ગળહ નિર્માણ બોર્ડમાં વહીવટી અધિકારી તરીકે સેવા આપતા હતા.

     તેમની બદલી દાહોદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી (DRDA) ના નિયામક તરીકે કરવામાં આવી છે.

  ૪. વી.કે.સામ્‍બડ (GAS - સિનિયર સ્‍કેલ)  બનાસકાંઠા જિલ્લામાં અધિક કલેક્‍ટર તરીકે ફરજ બજાવતા હતા.

      તેમની બદલી ભાવનગર ખાતે શ્નભાવનગર એરિયા ડેવલપમેન્‍ટ ઓથોરિટી (BHADA) ના ચીફ એક્‍ઝિકયુટિવ ઓફિસર (CEO) તરીકે કરવામાં આવી છે.

  ૫. વાય.પી.જોશી (GAS - સિનિયર સ્‍કેલ)

  ગીર-સોમનાથ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી (DRDA) ના નિયામક તરીકે કાર્યરત હતા.  તેમની બદલી ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ નિયામકની કચેરીમાં સંયુક્‍ત કમિશનર તરીકે કરવામાં આવી છે.

 ૧ ડી.ડી. જોગીયા (GAS - સિનિયર સ્‍કેલ)   તેમને ગીર-સોમનાથ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી (DRDA) ના નિયામક તરીકે મૂકવામાં આવ્‍યા છે. તેઓ ત્‍યાંથી બદલી પામેલા વાય.પી.જોશીની જગ્‍યાએ પોતાનો નવો ચાર્જ સંભાળશે.

 

(11:37 AM IST)