તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
૨૮ IAS અધિકારીઓની બદલી PGVCLના નવા મેનેજિંગ ડિરેકટર એમ.ડી. ચુડાસમા
પી.જી.વી.સી.એલ.ના કે.પી. જોષીની બદલી : દેવભૂમિ દ્વારકા ડીડીઓ બનાવાયા : અમરેલી સહિત છ જિલ્લાને નવા વિકાસ અધિકારી મળ્યા

ગાંધીનગર, તા. ૨૧ : ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરતાં ૨૮ આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશ કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે બહાર પાડવામાં આવેલા આદેશમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, વીજ કંપનીઓ અને વિવિધ નિગમોની મહત્ત્વની જગ્યાઓનો સમાવેશ થાય છે. ?
૧. ગૌરાંગભાઈ એચ. મકવાણા
ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના નિયામક ગૌરાંગભાઈ મકવાણાની ઉત્તર ગુજરાત વીજ કંપની, મહેસાણાના મેનેજિગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ અત્યાર સુધી આ પદનો વધારાનો હવાલો પણ સંભાળતા હતા.
૨. પ્રભાવ જોશી
જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પ્રભાવ જોશીની બદલી કરીને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, ગાંધીનગરના સંયુક્ત મેનેજિગ ડિરેક્ટર બનાવાયા છે.
૩. એચ. જે. પ્રજાપતિ
પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિને અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે.
૪. કે. જે. રાઠોડ
કૌશલ્ય વિકાસ નિયામક કે. જે. રાઠોડની દક્ષિણ ગુજરાત વીજ કંપની, સુરતના મેનેજિગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
૫. સુથાર રાજ રમેશચંદ્ર
સુરત શહેરી વિકાસ સત્તામંડળના મુખ્ય કાર્યકારી અધિકારી સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે.
૬. મહેશ શાંતિલાલ જાની
ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડના ચેરમેન મહેશ શાંતિલાલ જાનીને ગુજરાત શહેરી આજીવિકા મિશનના મિશન ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે.
૭. સ્મિત સંતોષ લોધા
દાહોદના જિલ્લા વિકાસ અધિકારી સ્મિત સંતોષ લોધાની સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.
૮. કે. પી. જોશી
પヘમિ ગુજરાત વીજ કંપની, રાજકોટના મેનેજિગ ડિરેક્ટર કે. પી. જોશીને દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા છે.
૯. ડી. કે. બ્રહ્મભટ્ટ
ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશનના મેનેજિગ ડિરેક્ટર ડી. કે. બ્રહ્મભટ્ટને ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે.
૧૦. એમ. પી. પંડ્યા
સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર એમ. પી. પંડ્યાને ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશનના મેનેજિગ ડિરેક્ટર બનાવાયા છે.
૧૧. હિરેન જિતેન્દ્રભાઈ બારોટ
અરવલ્લી-મોડાસાના આદિજાતિ વિસ્તાર પેટા યોજના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર હિરેન જિતેન્દ્રભાઈ બારોટને દાહોદના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા છે.
૧૨. બી. કે. જોશી
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી. કે. જોશીની સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
૧૩. આર. એન. કુચારા
અરવલ્લી-મોડાસા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. એન. કુચારાને રાજકોટના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર બનાવાયા છે.
૧૪. સી. બી. ગણાત્રા
રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીના અંગત સચિવ સી. બી. ગણાત્રાને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજિગ ડિરેક્ટર બનાવાયા છે.
૧૫. સી. એ. ગાંધી
નાગરિક પુરવઠા નિયામક કચેરીના સંયુક્ત નિયામક સી. એ. ગાંધીને વડોદરાના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે.
૧૬. બી. એન. પટેલ
ગુજરાત ગેસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી. એન. પટેલની સેવાઓ આ જ પદ ઉપર યથાવત્ રાખવામાં આવી છે. આ પદને સમકક્ષ આઈએએસ કેડરનું પદ બનાવવાની કાર્યવાહી અલગથી થશે. ?
૧૭. એમ. કે. જોશી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સચિવ એમ. કે. જોશીને ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતના મુખ્ય કાર્યકારી અધિકારી બનાવાયા છે.
૧૮. એ. કે. જોશી
રાજ્યપાલના ઘરગથ્થુ વ્યવસ્થાના નિયંત્રક એ. કે. જોશીને ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના મેનેજિગ ડિરેક્ટર બનાવાયા છે.
૧૯. કે. એસ. ઝાલા
ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત મેનેજિગ ડિરેક્ટર કે. એસ. ઝાલાને ડાંગ-આહવાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે.
૨૦. વી. કે. જાદવ
વિકસતી જાતિ કલ્યાણ નિયામક વી. કે. જાદવની સેવાઓ આ જ પદ ઉપર યથાવત્ રાખવામાં આવી છે. આ પદને સમકક્ષ આઈએએસ કેડરનું પદ બનાવાશે.
૨૧. ડી. કે. પટેલ
ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર કચેરીના ખાસ ફરજ પરના અધિકારી ડી. કે. પટેલને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના નિયામક બનાવાયા છે.
૨૨. બી. એચ. પટેલ
વડોદરાના અધિક નિવાસી કલેક્ટર સિચાઈ બી. એચ. પટેલને ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના મેનેજિગ ડિરેક્ટર બનાવાયા છે.
૨૩. આઈ. આર. વાળા
ગુજરાત રમતગમત સત્તામંડળના સચિવ આઈ. આર. વાળાને જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે.
૨૪. એમ. ડી. ચુડાસમા
વલસાડના નિવાસી અધિક કલેક્ટર એમ. ડી. ચુડાસમાને પヘમિ ગુજરાત વીજ કંપની, રાજકોટના મેનેજિગ ડિરેક્ટર બનાવાયા છે.
૨૫. ડો. બી. એસ. પ્રજાપતિ
વડોદરાના અધિક કલેક્ટર નર્મદા ડો. બી. એસ. પ્રજાપતિને ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ નિગમના મેનેજિગ ડિરેક્ટર બનાવાયા છે.
૨૬. વી. જી. પટેલ
સુરતની પ્રાદેશિક વિશ્લેષણ સમિતિના સંયુક્ત કમિશનર વી. જી. પટેલને ગાંધીનગરમાં અધિક ગ્રામ વિકાસ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે.
૨૭. એ. કે. વસ્તાણી
રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણીની ગાંધીનગરના રોજગાર અને તાલીમ નિયામક તરીકે બદલી કરવામાં આવી છે.
૨૮. પી. બી. રાઠોડ
ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી પી. બી. રાઠોડને કૌશલ્ય વિકાસ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
