તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th June 2026
વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર કાળમુખો અકસ્માત: બે ટ્રકો વચ્ચે પ્રચંડ ટક્કર, એક ચાલકનું કમકમાટીભર્યું મોત
વણી ઓવરબ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતી ટ્રકે આગળના વાહનને ઉડાવ્યું: કેબિનના પતરા કટરથી કાપીને મૃતદેહ બહાર કઢાયો, ચક્કાજામ

વિરમગામ, : અમદાવાદ જિલ્લાના વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર વણી ઓવરબ્રિજ નજીક રવિવારે એક પૂરપાટ ઝડપે આવી રહેલી ભારે ટ્રકે આગળ જતી અન્ય એક ટ્રક પાછળ જોરદાર ટક્કર મારતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાછળની ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
મળતી વિગત મુજબ, વણી ઓવરબ્રિજ નજીકથી એક ભારે ટ્રક પસાર થઈ રહી હતી. તેવામાં પાછળથી પૂરપાટ આવી રહેલ એક અન્ય ટ્રકના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દિધો હતો. આ ટ્રકે આગળના ટ્રકને જોરદાર ટક્કર મારી દીધી હતી. આથી આગળની ટ્રકને મોટું નુકસાન થયું. આ ઘટનામાં પાછળ આવતી ટ્રકના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
ઘટનાને પગલે હાઈવે પર ભારે ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકો અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ વિરમગામ રુરલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ટ્રક ચાલકનો મૃતદેહ કેબિનમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. તેને પોલીસે કટર વડે પતરા કાપીને બહાર નીકાળ્યો હતો. પોલીસે તાત્કાલિક મૃતકના પોસ્ટમોર્ટમ હેતુથી તેને નજીકની હોસ્પિટલમાં ખસેડી આપ્યો હતો.
આ હાઈવે ડેથ ઝોન સાબિત થઈ રહ્યો છે, જ્યાં અગાઉ પણ ઓવરસ્પીડિંગ અને ભારે વાહનોની બેદરકારીના કારણે અસંખ્ય જીવલેણ અકસ્માતો નોંધાયા છે. વિરમગામ રૂરલ પોલીસે હાઈવે પરથી બંને ક્ષતિગ્રસ્ત ટ્રકોને ક્રેનની મદદથી હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો છે. આ કથિત અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધીને મૃતક ચાલકના પરિવારજનોની ઓળખ કરવા અને હાઈવે ઓથોરિટીના સીસીટીવી ફૂટેજ ચકાસીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટેની કાનૂની તપાસ વધુ તેજ કરી છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
