<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

અમદાવાદમાં રાજપથ પાસે આવેલા અર્બન ચોકમાં ભીષણ આગ : 3થી વધુ ફૂડ સ્ટોર બળીને ખાક થયા

આગની આ લપેટમાં ખાણીપીણીના સ્ટોર્સમાં રહેલો સામાન અને ફર્નિચર વગેરે બળીને ખાક થઈ ગયા :સ્થાનિકો અને વેપારીઓમાં ભયનો માહોલ

અમદાવાદ શહેરમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા રાજપથ રોડ પર આવેલ લોકપ્રિય 'અર્બન ચોક' ખાતે અચાનક આગ લાગવાની ઘટના બનતા ભારે હલચલ મચી ગઈ છે. આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં તેણે આસપાસના વિસ્તારને પોતાની ચપેટમાં લઈ લીધો હતો, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અર્બન ચોકમાં આવેલા વિવિધ ફૂડ ઝોન પૈકી ખાણીપીણીના 3 થી વધુ સ્ટોર્સ આ આગની દુર્ઘટનામાં સપડાયા છે. આગની આ લપેટમાં ખાણીપીણીના સ્ટોર્સમાં રહેલો સામાન અને ફર્નિચર વગેરે બળીને ખાક થઈ ગયા હોવાનું અનુમાન છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક કટોકટીનો કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમો ત્વરિત ગતિએ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની સઘન કામગીરી હાથ ધરી હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર વિગતો બહાર આવશે.

(12:29 AM IST)