<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

અમદાવાદના થલતેજ વિસ્તારમાં મેગ્નેટ પાર્કમાં લાગેલી ભીષણ આગના મામલે FSLની ટીમ તપાસમાં જોડાશે

મેગ્નેટ પાર્કમાં આવેલી ફેડોરા કંપની આગની ઘટનામાં સંપૂર્ણપણે બળીને ખાખ:ઓફિસમાં રહેલી તમામ ચીજવસ્તુઓ આગની લપેટમાં આવી જતાં કમ્પ્યુટર, સ્ટેશનરી, ફર્નિચર સહિતનો સામાન બળીને નાશ પામ્યો

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ પાર્કમાં લાગેલી ભીષણ આગના મામલે આજે FSLની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. મેગ્નેટ પાર્કમાં આવેલી ફેડોરા કંપની આગની ઘટનામાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. કંપનીની ઓફિસમાં રહેલી તમામ ચીજવસ્તુઓ આગની લપેટમાં આવી જતાં કમ્પ્યુટર, સ્ટેશનરી, ફર્નિચર સહિતનો સામાન બળીને નાશ પામ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

  જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ FSLની તપાસ બાદ જ સામે આવશે. બીજી તરફ આગની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા પાંચ લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે FSLની ટીમ સ્થળ પર તપાસ કરી આગના કારણો અને નુકસાન અંગે વધુ વિગતો મેળવશે.

(11:01 AM IST)