News of Wednesday, 15th April 2026
રાજ્યના પંચાયત વિભાગમાં મોટાપાયે ફેરબદલ : ૩૦ માર્ચના બદલી અને બઢતીના હુકમો રદ્દ કરી તાલુકા વિકાસ અધિકારીઓની નવી જગ્યાએ નિમણૂક કરાઈ : જુઓ સંપૂર્ણ સૂચિ
વહીવટી હિતમાં અગાઉના આદેશોમાં સુધારો કરી વર્ગ-૨ના અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી નિયુક્તિના સ્થળે હાજર થવા સરકારનો આદેશ : રાજ્ય ચૂંટણી આયોગની મંજૂરી બાદ લેવાયો મહત્વનો નિર્ણય

ગાંધીનગર:ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીઓની બદલી અને બઢતીના હુકમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગત ૩૦/૦૩/૨૦૨૬ના રોજ કરવામાં આવેલી વિવિધ બદલીઓ અને બઢતીના આદેશો પૈકી કેટલાક અધિકારીઓના હુકમો મૂળ અસરથી રદ્દ કરીને તેમને નવી જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગની મંજૂરી મેળવ્યા બાદ સચિવાલય દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
બદલીના હુકમો રદ્દ કરી કરાયેલી નવી નિમણૂકો
અગાઉ જે અધિકારીઓની બદલીના આદેશ થયા હતા, તે રદ્દ કરી નીચે મુજબ નવી નિમણૂક આપવામાં આવી છે:
શ્રીમતી જુડીથ તેજસ પટેલ: તેમની ઉચ્છલ (તાપી) થી ચીટનીશ-કમ-ટીડીઓ (તાપી) તરીકેની બદલી રદ્દ કરવામાં આવી છે. હવે તેમને તાલુકા વિકાસ અધિકારી, ખંભાત (આણંદ) તરીકે નિમણૂક મળી છે.
ભુપેન્દ્ર ભાઈ રમણીકલાલ બગથરીયા: તેમની કોડીનાર (ગીર-સોમનાથ) થી મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ), જૂનાગઢ તરીકેની બદલી રદ્દ કરવામાં આવી છે. હવે તેમને તાલુકા વિકાસ અધિકારી, વંથલી (જૂનાગઢ) તરીકે મૂકવામાં આવ્યા છે.
રાજેશ બાબુલાલ ધનગર: તેમની વલસાડ થી ચીટનીશ-કમ-ટીડીઓ (સુરત) તરીકેની બદલી રદ્દ કરવામાં આવી છે. હવે તેમની નિમણૂક તાલુકા વિકાસ અધિકારી, પડધરી (રાજકોટ) તરીકે કરવામાં આવી છે.
બઢતીના હુકમોમાં ફેરફાર અને નવી નિમણૂકો:
વર્ગ-૩ માંથી વર્ગ-૨ માં બઢતી પામેલા જે કર્મચારીઓના અગાઉના ઓર્ડર રદ્દ થયા છે અને નવી નિમણૂક અપાઈ છે તેની વિગત નીચે મુજબ છે:
કાંતિભાઈ ગણેશભાઈ પંડ્યા: અગાઉ નાયબ ચીટનીશ (પાટણ) થી મદદનીશ પ્રાયોજના અધિકારી (વાવ-થરાદ) તરીકેની બઢતી રદ્દ કરી, હવે તેમને તાલુકા વિકાસ અધિકારી, માળીયામીયાણા (મોરબી) તરીકે જવાબદારી સોંપાઈ છે.
ભરતકુમાર લુગીદાન ગઢવી: નાયબ ચીટનીશ (બનાસકાંઠા) થી મદદનીશ પ્રાયોજના અધિકારી (પાટણ) તરીકેનો બઢતી હુકમ રદ્દ કરી, તેમને તાલુકા વિકાસ અધિકારી, ગોંડલ (રાજકોટ) તરીકે નિમણૂક અપાઈ છે.
સાહીરમહમદ અભુભા મલેક: વિસ્તરણ અધિકારી (સુરેન્દ્રનગર) થી મદદનીશ પ્રાયોજના અધિકારી (રાજકોટ) તરીકેની બઢતી રદ્દ કરવામાં આવી છે. તેમને હવે તાલુકા વિકાસ અધિકારી, ખાંભા (અમરેલી) તરીકે મૂકાયા છે.
હર્ષદકુમાર દુધાભાઈ રાઠોડ: નાયબ ચીટનીશ (ખેડા) થી ટીડીઓ (ખંભાત) તરીકેની બઢતી રદ્દ કરીને, તેમને ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.), જિલ્લા પંચાયત કચેરી, ખેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે.
સુરેશકુમાર મોહનભાઇ ઝાલા: વિસ્તરણ અધિકારી (જૂનાગઢ) થી ચીટનીશ કમ ટીડીઓ (અમરેલી) તરીકેનો ઓર્ડર રદ્દ કરી, હવે તેમને તાલુકા વિકાસ અધિકારી, લાઠી (અમરેલી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે બદલી અને બઢતી હેઠળના તમામ અધિકારીઓને સંબંધિત નિયંત્રણ અધિકારીઓએ તાત્કાલિક ફરજમુક્ત કરવાના રહેશે, જેથી તેઓ પોતાની નવી નિમણૂકના સ્થળે હાજર થઈ શકે. આ સમગ્ર પ્રક્રિયા વહીવટી સરળતા ખાતર કરવામાં આવી હોવાનું વિભાગીય યાદીમાં જણાવાયું છે.
સંપૂર્ણ સૂચિ વિગતવાર જોવા માટે આ સાથે આપેલ pdf ફાઈલ ડાઉનલોડ કરો...
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
