તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
ચકચારી જાવેદ શા મર્ડર કેસમાં લાજપોર જેલમાંથી માસ્ટરમાઈન્ડ ઇમરાનખાન ઉર્ફે માનસિકની ધરપકડ: 7 દિવસના રિમાન્ડ મેળવાયા
ચકચારી જાવેદ શા મર્ડર કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા:વર્ષ 2024ની હત્યાની ઘટનાનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઈન્ડ લાજપોર મધ્યસ્થ જેલમાંથી જ ઓપરેશન ચલાવી રહ્યો હતો

સુરત શહેરમાં ચર્ચાનો વિષય બનેલા ચકચારી જાવેદ શા મર્ડર કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. વર્ષ 2024માં બનેલી આ હત્યાની ઘટનાનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઈન્ડ લાજપોર મધ્યસ્થ જેલમાંથી જ ઓપરેશન ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે 7 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે.
વર્ષ 2024માં બનેલા આબીદ શા મર્ડર કેસમાં જે લોકો સામે આવ્યા હતા તેમાં સમાધાન ન કરનાર એકમાત્ર સભ્ય જાવેદ શા હતો. આ કેસમાં સમાધાન કરવા દબાણ કરવા છતાં તે ન માનતા તેને રસ્તામાંથી હટાવવા માટે લાજપોર જેલમાં બંધ ઇમરાનખાન ઉર્ફે માનસિક દ્વારા મોટું કાવતરું રચવામાં આવ્યું હતું.
આરોપી ઇમરાનખાન માનસિકે જેલની અંદરથી જ ચોરીછૂપીથી મોબાઈલ ફોન દ્વારા બહારના શખ્સો સાથે સંપર્ક સાધ્યો હતો. તેણે કુખ્યાત વિક્કી તાયડે ગેંગને ઉશ્કેરીને અને પૂરેપૂરું માર્ગદર્શન આપીને જાવેદ શાની સોપારી આપીને હત્યા કરાવી હતી. જેલમાંથી આ પ્રકારે ગુનાહિત કારસ્તાન ચલાવવામાં આવતા પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી ગઈ છે.
પકડાયેલા માસ્ટરમાઈન્ડ ઇમરાનખાન ઉર્ફે માનસિકનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો રહ્યો છે. તેની સામે અગાઉ પણ સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યા, મારામારી અને ખંડણી જેવા કુલ 13 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આ હત્યા કેસમાં જેલમાંથી કોણ-કોણ મદદગાર બન્યું હતું અને મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો તે સહિતના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
