<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે

કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ :ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ, બનાસકાંઠા, પાટણ અમદાવાદ,ગાંધીનગર અને વડોદરામાં યલો એલર્ટ

અમદાવાદ : રાજ્યમાં આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે, જોકે આવતીકાલથી લોકોને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

  હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે, કારણ કે પવનની દિશામાં ફેરફાર નોંધાઈ રહ્યો છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ,ગાંધીનગર અને વડોદરા સહિતના વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(7:23 PM IST)