<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

ઈબોલા વાયરસના શંકાસ્‍પદ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્‍યો

ગુજરાત સરકાર જન આરોગ્‍યની સુરક્ષા માટે પ્રતિબધ્‍ધઃ આરોગ્‍યમંત્રી પ્રફુલ પાનશેરીયા

 

રાજકોટ, તા.૨૮: કોંગોથી આવેલ ઈબોલા વાયરસના શંકાસ્‍પદ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્‍યો.

આરોગ્‍ય મંત્રી પ્રફુલ પાનશેરીયા જણાવ્‍યું છે કે કોંગોથી આવેલા ચેપજન્‍ય રોગ ઈબોલા વાયરસના શંકાસ્‍પદ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્‍યો છે. નાગરિકોને વિનંતી છે કે કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી, તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્‍ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્‍વાસ રાખે. ગુજરાત સરકાર અને આરોગ્‍ય વિભાગ જન આરોગ્‍યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજજ અને પ્રતિબધ્‍ધ છે. 

(3:50 PM IST)