<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રિતુ રાજેશ તાવડેએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી

તેમણે મુંબઈના વીરમાતા જિજિબાઈ ભોસલે બોટાનિકલ ઉદ્યાન અને ઝૂ તથા જૂનાગઢના સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્ક વચ્ચે વન્યપ્રાણીઓના સંકલન વિષયે ચર્ચા-પરામર્શ કર્યા

ગાંધીનગર :ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રિતુ રાજેશ તાવડે એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી
મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં તેમણે મુંબઈના વીરમાતા જિજિબાઈ ભોસલે બોટાનિકલ ઉદ્યાન અને ઝૂ તથા જૂનાગઢના સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્ક વચ્ચે વન્યપ્રાણીઓના સંકલન વિષયે ચર્ચા-પરામર્શ કર્યા હતા
મુંબઈના મેયર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી નિર્માણ પામેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સટેક સિટી ગિફ્ટની મુલાકાતથી પણ પ્રભાવિત થયા હતા
આ સૌજન્ય શુભેચ્છા મુલાકાત વેળાએ મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા

 

(8:04 PM IST)