<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

મેકડોનાલ્‍ડ્‍સનું ૫૦૦મું રેસ્‍ટોરન્‍ટ ગુજરાતના ગિફ્‌ટ સિટીમાં શરૂ થયું

રાજકોટ, તા. ર૯ : વેસ્‍ટલાઇફ ફૂડવર્લ્‍ડ લિ., જે સમગ્ર પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેકડોનાલ્‍ડ્‍સની રેસ્‍ટોરન્‍ટ્‍સની માલિકી અને સંચાલન કરે છે, તેણે ગુજરાતના ગિફ્‌ટ સિટી ખાતે તેનું સીમાચિホરૂપ ૫૦૦મું મેકડોનાલ્‍ડ્‍સ રેસ્‍ટોરન્‍ટ શરૂ કર્યું છે. ભારતમાં મેકડોનાલ્‍ડ્‍સના ૩૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ એક નોંધપાત્ર સીમાચિホ છે.

ગિફ્‌ટ સિટી ભારતનું પ્રથમ ઓપરેશનલ ગ્રીનફિલ્‍ડ સ્‍માર્ટ સિટી અને ઇન્‍ટરનેશનલ ફાઇનાન્‍શિયલ સર્વિસિસ સેન્‍ટર છે. અહીં શરૂ થયેલું આ રેસ્‍ટોરન્‍ટ ગુજરાતમાં મેકડોનાલ્‍ડ્‍સના વિકાસ અને વિસ્‍તરણને વધુ વેગ આપશે. લગભગ ૩,૨૦૦ ચોરસ ફૂટમાં વિસ્‍તરેલા આ રેસ્‍ટોરન્‍ટમાં ડાઇન-ઇન સીટિંગ, ડ્રાઇવ-થ્રુ અને ડિલિવરીની સુવિધા છે, જે ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો અને પ્રસંગોને અનુરૂપ સેવાઓ પૂરી પાડશે.

વેસ્‍ટલાઇફ ફૂડવર્લ્‍ડના ચીફ એક્‍ઝિકયુટિવ ઓફિસર અક્ષય જાટિયાએ જણાવ્‍યું હતું કે, ‘‘અમારા ૫૦૦મા રેસ્‍ટોરન્‍ટની શરૂઆત છેલ્લાં ત્રણ દાયકામાં સ્‍થાપિત થયેલા મજબૂત પાયા અને ભવિષ્‍યમાં રહેલી નોંધપાત્ર તકોનું પ્રતિબિંબ છે. અમારો વિકાસ ગ્રાહકોની જરૂરિયાતો સાથે જોડાયેલો છે. મેકડોનાલ્‍ડ્‍સની વિકાસગાથામાં ગુજરાત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વર્ષ ૨૦૦૨માં રાજ્‍યમાં પ્રથમ રેસ્‍ટોરન્‍ટ શરૂ થયા બાદ ગિફ્‌ટ સિટીમાં નવા રેસ્‍ટોરન્‍ટની શરૂઆત સાથે ગુજરાતમાં કંપનીનું નેટવર્ક વધીને ૭૨ રેસ્‍ટોરન્‍ટ્‍સ સુધી પહોંચ્‍યું છે. તેમાં ૩૧ ફ્રી-સ્‍ટેન્‍ડિંગ ડ્રાઇવ-થ્રુ રેસ્‍ટોરન્‍ટ્‍સનો સમાવેશ થાય છે.

વેસ્‍ટલાઇફ ફૂડવર્લ્‍ડના મેનેજિંગ ડિરેક્‍ટર સૌરભ કાલરાએ જણાવ્‍યું હતું કે, ‘‘મોટા પાયે વિસ્‍તરણ કરતી વખતે પણ ગ્રાહકોને સતત ઉત્તમ અનુભવ પૂરો પાડવો મહત્ત્વનો છે. અમારી વળદ્ધિ ઉત્‍સાહી રેસ્‍ટોરન્‍ટ ટીમો, મજબૂત સંચાલનશિસ્‍ત અને ગુણવત્તા, સેવા તથા મૂલ્‍યો પ્રત્‍યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે. જેમ-જેમ અમે અમારા નેટવર્કનો વિસ્‍તાર કરીએ છીએ, તેમ-તેમ શ્રેષ્‍ઠ રેસ્‍ટોરન્‍ટ્‍સનું સંચાલન કરવાની સાથે ગ્રાહકો મેકડોનાલ્‍ડ્‍સ બ્રાન્‍ડ પાસેથી જે અપેક્ષા રાખે છે તેને અનુરૂપ સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવા માટે પણ પ્રતિબદ્ધ છીએ.''

(2:46 PM IST)